Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

કલેકટર કચેરીમાં બીનખેતી ઓનલાઈન૨૪ કલાકમાં તો કેસને મંજુરી અપાઈ

રાજકોટ, તા. ૬ :. રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ બીનખેતી ઓનલાઈન પાયલોટ પ્રોજેકટ શરૂ કરી દેવાયો છે. ગઈકાલે પ્રથમ ૯૯૫૯૯૨ નંબર અરજી સાંજે ૭.૨૩ કલાકે થઈ હતી. કોઠારી હિરેનભાઈ વિનોદભાઈની આ અરજી આવ્યા સંપૂર્ણ પારદર્શક વહીવટ સાથે કલેકટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સ્વીકારાઈ હતી, ચકાસણી થઈ હતી અને આજે ૨૪ કલાક નથી થયા ત્યાં આ અરજીને મંજુરી આપી દેવાયાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ. તેમણે જણાવેલ કે પાર્ટી તરફથી અરજી સમયે કુલ ૨૫૩૦ રૂપિયા ભરાયા હતા.(૨-૨૧)

(3:37 pm IST)