Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

માર્કેટ યાર્ડમાં જુગાર રમતા ૪ પકડાયા

સંજય, મહેશ, વિક્રમ અને મગનની ધરપકડ

રાજકોટ તા. ૬: માર્કેટ યાર્ડમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને જુગાર રમતા પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ. આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એફ. ડામોર, પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા તથા હેડ કોન્સ. વીરમભાઇ, મહેશભાઇ, કિરણભાઇ, મનોજભાઇ, કેતનભાઇ તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરમભાઇ, મહેશભાઇ અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર આઇ-૧૦રનો સંજય ખિમજીભાઇ ઝાલા (ઉ.વ. ૩૬), ભીચરી ગામનો વિક્રમ રાવતભાઇ મિયાત્રા (ઉ.વ. ૩૯), આજીડેમ ચોકડી પાસે રામપાર્કનો મહેશ સોમાભાઇ ગમારા (ઉ.વ.૩૦) અને સંતકબીર રોડ ભગીરથ સોસાયટીનો મગન વિઠ્ઠલભઇ ગોહેલ (ઉ.વ. ૪૬) ને પકડી લઇ રૂ. ૭૬૩પ૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી. સંજય ઝાલા અગાઉ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં અને દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે તથા મહેશ ગમારા અગાઉ જુદા-જુદા ગુનામાં સામેલ છે તથા મગન ગોહેલ અગાઉ જુગારના ગુનામાં પકડાઇ ચુકયો છે. (૭.ર૪)

(3:37 pm IST)