Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ભકિતનગર પોલીસની ડ્રાઇવઃ દારૂ પી કાર હંકારતો એક અને નામચીન રાયધન સહિત ૪ શખ્સ કારમાં દારૂ પીતા પકડાયા

સુતા હનુમાન મંદિર પાસે અને પીપળીયા હોલ નજીક મોડી રાત્રે કાર્યવાહીઃ રાયધન હત્યા, રાયોટ, દારૂ સહિત ૨૩ જેટલા ગુનામાં સડોવાઇ ચુકયો છેઃ એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: દિવાળી પર્વ અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન સંજય રવજીભાઈ જાદવ (કોળી) ( ઉ.૨૩  રહે. કસ્તુરબાધામ ત્રંબા, પોપ્યુલર સ્કુલ પાછળ) રાત્રીના પોણા એકાદ વાગ્યે કોઠારીયા રોડ સુતા હનુમાન મંદિર પાસે મહિન્દ્રા એકસયુવી કાર જીજે૩એચઆર-૮૪૧૪ દારૂ પીધેલી હાલતમાં હંકારીને નીકળતાં ભકિતનગર પોલીસે તેના બ્રેથ એનાલાઈઝરની મદદથી એમ વી એકટ ૧૮૫ મુજબ ગુનો દાખલ કરી પાંચ લાખની કાર પણ કબ્જે લીધી છે.  ડીસીપી ઝોન ૧  રવિ મોહન સૈની તથા ઈસ્ટ ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત બોલબાલા રોડ પીપળીયા હોલથી આગળ અમરનાથ મંદિર પાસે કાર નં. જીજે૩કેપી-૦૭૦૦ ઉભી રાખી ચાર દારૂ પી રહેલા ચાર શખ્સો શખ્સો રાયધન મોહનભાઇ કુંભરવાડીયા (ઉ.૪૯-રહે. સહકાર સોસાયટી-૪), ભાવેશ પ્રભુદાસ મકાણી (ઉ.૪૯-રહે. દામજી મેપા પ્લોટ-૩), પ્રદ્યુમન બીપીનભાઇ સબાડ (ઉ.૩૨-રહે. ગુંદાવાડી-૧૨) અને અજય મનસુખભાઇ મઠીયા (ઉ.૨૪-રહે. ભગીરથ સોસાયટી-૪)ને પણ નશો કરેલી હાલતમાં પકડી લઇ ૩ લાખની કાર તથા દારૂની એક બોટલ કબ્જે કરી છે.

આ કામગીરીમાં પી.આઈ વી.કે.ગઢવી,  પી.એસ.આઇ ધાખડા પી.એસ.આઈ કોડીયાતર,  પી.એસ.આઇ વાંઝા તેમજ પોલીસ સ્ટાફના ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ,  દેવાભાઈ, હિતેશભાઈ,   પ્રકાશભાઈ વાંક, રાજેશભાઈ ગઢવી,  હિરેન પરમાર, વાલજીભાઈ જાડા, સલીમભાઈ મકરાણી, દિવ્યરાજસિંહ, પ્રતાપસિંહ રાણા જોડાયા હતાં.  રાયધન કુંભરવાડીયા (બોરીચા) અગાઉ હત્યા, રાયોટ, દારૂ, ધમકી, સહિત ૨૩ જેટલા ગુનામાં પ્ર.નગર, ભકિતનગર, તાલુકા પોલીસના ચોપડે ચડી ચુકયાનું પોલીસે જણાવ્યું હતું. (૧૪.૮)

(3:37 pm IST)