Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

બાલકૃષ્ણ સોસાયટીમાં મકાનમાંથી દારૂની ૭૨ બોટલ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પકડાયો

ખોડીયારનગરમાં હિતેશ ખીમસુરીયાના મકાનમાં થોરાળા પોલીસ ત્રાટકી દારૂની ૧૦૭ બોટલ કબ્જે

રાજકોટ તા.૬: દુધસાગર રોડ પર બાલ કૃષ્ણ સોસાયટીમાં ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૭૨ બોટલ સાથે શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમબ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસસ.સોનારા, હેડકોન્સ સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ મહેશભાઇ મઢ તથા નિશાંતભાઇ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇને મળેલી બાતમીના આધારે દૂધસાગર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં દરોડો પાડી મકાનમાંથી દારૂની ૭૨ બોટલ સાથે ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા (ઉ.વ.૩૪)ને પકડી લઇ રૂ.૨૮,૮૦૦ની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના કોન્સ ધર્મેન્દ્રસિંહ તથા રોહીતભાઇ કછોટને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ, હેડકોન્સ ભુપતભાઇ, મુકેશભાઇ,કનુભાઇ, વિજયભાઇ,રોહીતભાઇ,ધર્મેન્દ્રસિંહ તથા આશીષભાઇ સહિતે ખોડીયારનગરમાં હીતેશ ખીમસુરીયાના મકાનમાં દરોડો પાડી મકાનની તલાશી લેતા મકાનની પાછળના ભાગમાં ગેલેરીમા તથા કારખાનાના પાછળના ભાગે પતરા પાસેથી દારૂની ૧૦૭ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી હીતેષ ખીમસુરીયાની શોધખોળ  આદરી છે.(૧૭.૧૬)

(3:36 pm IST)