Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દિપાવલીથી લાભપાંચમ સદગુરૂની સંગાથે સદગુરૂ આશ્રમે : રવિવારે જન્મજયંતિ મહોત્સવ : સામુહિક ચોપડાપૂજન - શુભશુકન

શ્રીરામ સ્વરૂપ ગુરૂદેવનો મહામંત્ર : ભગવાન સબકા ભલા કરે - જો આયેગા વો પાયેગા !

રાજકોટ તા.પ : અહી સદગુરૂ આશ્રમ રોડ પર માનવસેવાની પ્રવૃતિઓ અને સદગુરૂ સત્સંગથી ધમધમતા શ્રી સદગુરૃ઼ સદન પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના તિર્થભૂમિ આશ્રમમાં પ્રકાશના પર્વ દિપાવલીથી લાભ પાંચમ સુધી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરના ત્રિવેણી સ્વરૂપ ગુરૂદેવની સંગાથે રહેવાનુ સૌભાગ્ય સાંપડે એ હેતુથી રૂડુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૭ બુધવારના શુભદિને સવારે ૯-૪૭ મીનીટે શ્રી ગુરૂના હોરામાં અમૃત ચોઘડીયામાં શ્રી સમુહ ચોપડાપૂજનનો, રવિવારે ભગવાનશ્રીની જન્મજયંતિના અનેરા મહોત્સવનો, ગુરૂવારે તા.૮મીએ પોપટપરામાં ચિત્રકુટમાં મંદિરના આંગણે શ્રી અન્નકુટ દર્શન અને પ્રસાદત વિતરણ રાખેલ છે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીના જણાવ્યા પ્રમાણે દિપાવલીના શુભદિને વહેલી સવારે પ-૩૦ વાગ્યે મંગળા આરતી થશે. સવારે ૫-૩૦ થી બપોરે ૧૨-૪૦ અને બપોરે ૪ થી રાત્રીના ૧૧-૩૦ સુધી નિજમંદિરમાં ભગવાનના દર્શન થઇ શકશે. સાયંઆરતી સાંજના ૭ વાગ્યે થશે. દિપાવલી સમુહ ચોપડા પૂજનમાં જોડાઇને વેપાર ધંધાના શુકન કરવા ઇચ્છતા ધર્મપ્રેમી ભાઇ બહેનોએ ઓફીસમાં તા.૪ રવિવાર સુધીમાં સવારે ૮ થી ૧ અને સાંજે ૪ થી ૭ દરમિયાન નોંધાવી દેવાની વિનંતી કરાઇ છે.

નૂતનવર્ષના પ્રભાતે સવારે પ-૩૦ વાગ્યે મંગળાઆરતી અને સાંજે ૭ વાગ્યે સાંધ્ય આરતી થશે.

ગુરૂવારે પોપટપરાના રામજીમંદિરમાં અન્નકુટના પ્રથમ આરતીના દર્શન બપોરે ૧ વાગ્યે અને સાયંકાલીન આરતીનો દર્શન રાત્રીના ૮ કલાકે થશે. અન્નકુટની ભેટરૂપી પ્રસાદીનું વિતરણ રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ થશે.

સદગુરૂ ભગવાનના જન્મજયંતિ મહોત્સવનો આરંભ રવિવાર તા.૧૧ના શુભદિને થશે. સવારે પ-૩૦ વાગ્યે મંગળાઆરતી સવારે ૯ થી ગુરૂદેવશ્રીનું ષોડશોપચાર શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજન અર્ચન અને પ્રતિવર્ષની જેમ શ્રી રામસ્તવરાજ સ્વાધ્યાનનું પઠન અભિષેક થશે.(૪૫.૨)

(3:36 pm IST)