Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મોરબી રોડ પર કોર્પોરેશનના ૭ કરોડના પ્લોટમાંથી ધાર્મિક બાંધકામ દૂર કરાયું

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની ઇસ્ટઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે ૭ કલાકે શહેરનાં વોર્ડ નં.૪માં આવેલ ચંદ્રપાર્ક વિસ્તારમાં ટી.પી.એસ ૧૭ તથા એફ.પી ૫૦/એનાં વાણીજય હેતુનાં ં ૨૨૫૦ સ્કે.મીટરનાં રૂ.૭ કરોડની કીંમતનાં પ્લોટમાં ચણતર થયેલ મંદિરનું બાંધકામ દુર કરવામાં આવ્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

દિવાળીમાં સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ માર્ગદર્શન જાહેર કરવામાં બેદરકારીઃ જાગૃતીબેન ડાંગરરાજકોટ, તા., ૬: આવતીકાલે દિપાવલીનો તહેવાર છે ત્યારે ભુલકાઓ સહિત સૌ કોઇ ફટાકડાની આતશબાજી કરશે. આવા વખતે આગ, અકસ્માત સર્જાવાની સતત ભીતી રહે છે ત્યારે દર વર્ષે મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતા માટે સુરક્ષા અંગે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવે છે તેમાં આ વખતે હજુ સુધી કોઇ માર્ગદર્શીકા કે જાહેર અપીલ તંત્ર દ્વારા નહી થતા આ બાબતે તંત્રએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઇ ડાંગરે કર્યો છે.

આ અંગે જાગૃતીબેન જણાવ્યા મુજબ દર વર્ષે સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડા ફોડતી વખતે રાખવાની સાવચેતી તેમજ ફટાકડાના વેચાણના સ્થળે રાખવાની સાવચેતી બાબતે નિયમો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી આ બાબતે કોઇ કાર્યવાહી નહી થતા આગ-અકસ્માત વખતે ગંભીર હોનારત સર્જાવાની ભીતી છે ત્યારે આ બાબતે તંત્ર વાહકો દ્વારા તાત્કાલીક ધોરણે જરૂરી માર્ગદર્શીકા અને નિયમો બહાર પાડવા જોઇએ તેવી માંગ જાગૃતીબેને ઉઠાવી છે.(૪.૧૩)

(3:33 pm IST)