Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પુજીત ટ્રસ્ટ દ્વારા પછાત વિસ્તારના બાળકો સાથે દિવાળીની મોજઃ

રાજકોટ : શહેરની ઝુપડપટ્ટીઓ તથા પછાત વિસ્તારોમાં વસતા બાળકો માટે તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ધનતેરસના શુભ દિવસે સ્થળ ઉપર જઇ બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મિઠાઇનું વિતરણ કરાયું હતું. બાળકોએ હર્ષની ચીચીયારીઓ કરી ઉઠયા હતા તથા દિવાળીની મોજ માણી હતી. આ સતકાર્યોમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણી સાથે મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની, શ્રીમતિ સીમાબેન બંછાનિધી પાની, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, કૃણાલ સ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી.ના પારસભાઇ અને મુકેશભાઇ સોની, રામ ફાયર વર્કસના વિક્રમભાઇ લાલવાણી તથા ભરતભાઇ સોનવાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મુકેશભાઇ મહેતા, કોર્પોરેટર બાબુભાઇ આહીર, આશિષભાઇ વાગડીયા, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, કશ્યપભાઇ શુકલ, પરેશભાઇ પીપળીયા, મુકેશભાઇ રાદડીયા, અનિલભાઇ રાઠોડ, પ્રિતિબેન પનારા, દક્ષાબેન ભેંસાણીયા, દેવદાનભાઇ કુગશીયા, જયંતિલાલ ધાંધલ, જે.કે. આચાર્ય, સરોજબેન આચાર્ય, બિપીનભાઇ વસા, શ્રીમતિ ગીતાબેન વસા તથા કર્મચારીઓએ સ્થળ ઉપર જઇ ચોકલેટ, ફટાકડા તથા મિઠાઇનું વિતરણ કર્યુ હતું. ટ્રસ્ટ દ્વારા ચલાવાતા વિવિધ કેન્દ્રો મયુરનગર, લોહાનગર, રેયાધાર, ઇંદિરાનગર, મોરબી રોડ તથા સાત હનુમાન વિસ્તારના સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોને તથા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટના લાભાર્થી બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મિઠાઇના પેકેટ મળતા તેમના ચહેરા ઉપર દિવાળીનો ઉમંગ છવાઇ ગયો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર તથા કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, સંગીતાબેન રાઠોડ, રાહુલભાઇ દુધરેજીયા, વલ્લભભાઇ વરચંદ, વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોષી, દેવજીભાઇ પરમાર, પ્રવિણભાઇ ખોખર, અનુપભાઇ રાવલ, હરદિપસિંહ ઝાલા, પારસભાઇ બાખડા, કાંતિભાઇ નિરંજની, વંદનાબેન વાટલીયા, ચાર્મીબેન રાજવીર, પૂજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, જયપાલભાઇ સોલંકી, સાગરભાઇ પાટીલ, શરદભાઇ મકવાણા, હિમાંશુભાઇ મહેતા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.(૧.૨૩)

(3:32 pm IST)