Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

આજીડેમ પાસેથી ઉમેશ જાની બે ચોરાઉ ટુ-વ્હીલર સાથે પકડાયો

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની તથા ડીસીપી રવીમોહન સૈનીની સૂચનાથી આજીડેમ પોલીસ મથકના પીઆઇપી એન.વાઘેલા, પીએસઆઇ કે.જી.સીસોદીયા, તથા હેડ કોન્સ મહિપાલસિંહ, કનકસિંહ, જનકસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પી.આઇ.વાઘેલા તથા જયદીપસિંહ તથા કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે કોઠારિયા સોલવન્ટ મફતિયા પરામાં રહેતો ઉમેશ પ્રકાશભાઇ જાની (ઉ.વ.૨૭)ને બે ચોરાઉ ટુવ્હીલર સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. પોલીસે ઉમેશની પૂછપરછ કરતા તેણે ટુ વ્હીલર પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી.

(3:29 pm IST)