Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર કાનજીને શાપર પોલીસે ઝડપી લીધો

રાજકોટ, તા., ૬: રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર ગોંડલના શખ્સોને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ શાપર(વે) પો.સ્ટે.ના પીએસઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા, બી.એમ.રાણેસરા, પો.કોન્સ. માવજીભાઇ જે.ડાંગર, પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ પી.જાડેજા, પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી દિવાળી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ જાડેજાને સંયુકત ખાનગી રાહે હકિકત આધારે પારડી ગામ પાસેથી કાનજીભાઇ નાગજીભાઇ પરમાર જાતે રજપુત (ઉ.વ.ર૭) રહે. ગોંડલવાળાને ચોરાઉ મો.સા. સાથેપકડી પાડેલ હતો.

ચોરાઉ બાઇક રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા મજકુર ઇસમને ૪૧(૧) ડી મુજબ ધરપકડ કરી રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

(3:29 pm IST)