Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ડ્રાઈવઈન ક્રિકેટ કલબ અન્ડર-૧૪ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં આર.કે. સ્પોર્ટસ કલબ ચેમ્પીયનઃ સમર્થની ફીફટી

રાજકોટ, તા. ૬ :. ડ્રાઈવઈન ક્રિકેટ કલબ આયોજીત ઓપન અન્ડર-૧૪ સીઝન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ વાય.બી. સ્પોર્ટસ તથા આર.કે. સ્પોર્ટસ કલબ વચ્ચે રમાયેલ. જેમાં પ્રથમ દાવ લઈ વાય.બી.એ ૩૦ ઓવરમાં ૧૧૯ રન બનાવેલ. જેમા રેહાનના ૨૧ તથા યશના ૩૦ રન મુખ્ય હતા. આર.કે. તરફથી વિનીત, હાર્દિક તથા અભયે ૨ - ૨ વિકેટ ઝડપી હતી.

આની સામે આર.કે. એ ૧ વિકેટના ભોગે ૧૨૦ રન કરી લેતા ૯ વિકેટે વિજય થયો હતો. આમા આર.કે. તરફથી કુશલના ૩૭ તથા સમર્થના ૫૦ રન મુખ્ય હતા.

આ ફાઈનલ મેચમાં રણજી ટ્રોફી કેપ્ટન જયદેવ શાહ, યુસુફભાઈ બાંભણીયા, યુવરાજસિંહ ચુડાસમા, સેન્ડલ નાટકન તથા ભૂષણ ચૌહાણ ઉપસ્થિત રહીને ખેલાડીઓને બિરદાવેલ હતા.

(3:27 pm IST)