Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ગુજરાત માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશનની સ્થાપના

ટપક પધ્ધતીથી સિંચાઇ કરી ઉત્પાદન વધારવા ખેડુતોમાં જાગૃતી લવાશે

રાજકોટ, તા., ૬: ગત તા.૪-૧૧ના રોજ ગુજરાત રાજયમાં ડ્રીપ ઇરીગેશનની કામગીરી કરતા ૪૦૦ થી વધુ ડીલરોની અમદાવાદ ખાતે મીટીંગ મળેલ. જેમાં રાજયના ખેડુતો ટપક સિંચાઇ-ફુંવારા પધ્ધતી તથા મીની સ્પ્રિકલર સીસ્ટમ સહેલાઇથી વસાવી શકે. ઓછા પાણીએ વધુ જમીનમાં પિયત કરી તમામ પાકોમાં ડ્રીપ સીસ્ટમથી ખેતી કરતા થાય અને દરેક પાકમાં ઉત્પાદન કેમ વધે તે અંગે ખેડુતોને ઘેર બેઠા માહીતી મળે ખેડુતોમાં જાગૃતી આવે અને સીસ્ટમ વસાવવા માટે સરકારી સહાય સરળતાથી મળી રહે. સીસ્ટમ વસાવ્યા પછી તમામ જરૂરી સેવા મળી રહે તેવા ઉદેશથી આ બેઠકમાં ગુજરાત માઇક્રો ઇરીગેશન ડીલર એસોસીએશનની સ્થાપના કરવામાં આવી. જેમાં રાજકોટથી શ્રી સુરેશભાઇ સખીયાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. તેમજ ગુજરાતને પાંચ ઝોનમાં વહેચી શ્રી દિલીપભાઇ પટેલ, અરવલ્લી, અમીતભાઇ દવે-બનાસકાંઠા, દેવાનભાઇ શાહ-આણંદ, ધીરજભાઇ ચારોલા-ભરૂચની ઉપપ્રમુખ પદે વરણી કરવા આવેલ. જયારે મંત્રી તરીકે શ્રી જયદીપભાઇ ભાલોડીયા  જુનાગઢ અને ખજાનચી તરીકે શ્રી કિરીટભાઇ પોકર-ગોંડલની વરણી કરવામાં આવેલ.

પ્રમુખપદે શ્રી સુરેશભાઇ સખીયાએ સરકાર, ઉત્પાદક કંપનીઓ અને સહાય આપતી સંસ્થા જી.જી.આર.સી. વચ્ચે સંકલન કરીને રાજયના તમામ ખેડુતોને આ સીસ્ટમ વસાવવા કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ ડીલરોને ખેડુતોને મદદરૂપ થવા અપીલ કરેલ હતી. વધુ માહીતી માટે શ્રી સુરેશભાઇ સખીયા-જલગંગા ઇરીગેશન પ્રાઇવેટ લી. રાજકોટનો મો.૯૮રપ૦ ૭પરરપ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

(3:23 pm IST)