Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટઃ જનસેવા પછાત વિકાસ ટ્રસ્ટ આયોજીત રાજકોટ શહેરના તેજસ્વી મુસ્લીમ વિદ્યાર્થીઓએ ધો.૮ થી કોલેજ તથા વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચકક્ષાએ સારા માર્કસ મેળવી પોતાની શૈક્ષણિક સિધ્ધી હાંસલ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ ઘડીયાળ, ફાઈલ, નોટબુકો વગેરે આપી સન્માન કરેલ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા, સીએશ્રી દિપકભાઈ વ્યાસ, હાજી સૈયદ સિંકદરબાપુ, અશોકસિંહ વાઘેલા, ઈન્દુભા રાઓલ, ડો.મુમતાજ શેરસીયા, કોર્પોરેટર હારૂનભાઈ ડાકોરા, સુરેશભાઈ પટેલ (પટેલ કોમ્યુટર્સ), શ્રીજીમ્મીભાઈ અડવાણી (પ્રમુખશ્રી શિવાસેના), હાજી રઈશભાઈ નૂરી, ઈબ્રાહીમ સોરા, હાજી કુરનિભાઈ સમા, રાજેશભાઈ આમરોણીયા, રહીમ નકાણી, સલીમભાઈ કારીયાણી, શરીફભાઈ ઓઢા, હાજી જુસલભાઈ સોઢા, સુલેમાનભાઈ સંઘાર, દિનેશભાઈ મકવાણા, હાજી નુરમહમદભાઈ સોઢા, વાહીદભાઈ રાઉમા, મોહયુદીન દોણકીયા, ઈકબાલભાઈ લીંગડીયા, હાજી રહેમાનભાઈ ડાકોરા, અફઝલ રાઉમા તથા આમરણવાળા મકસુદ (મધુબાપુ) સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સૈયદ સિંકદરબાપુએ કુઆર્ન પાકની તિલાવત કરેલ અને સ્વાગત પ્રવચન આ ટ્રસ્ટના પ્રમુખ રહીમભાઈ સોરાએ કરેલ.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓ સતત પ્રગતિ કરે અને દેશમાં પોતાનું યોગદાન આપી સહભાગી બને તથા શૈક્ષણીક જાગૃતિ દ્વારા જ સમાજનો વિકાસ શકય બને તેવી પ્રેરણા આપેલ.

મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા  અશોકસિંહ વાઘેલાએ મુસ્લીમ સમાજમાં મહિલાઓમાં શિક્ષણની જાગૃતિ લાવવા અનુરોધ કરેલ. ઈરફાનબાવા પીરજાદાએ ઈસ્લામ ધર્મમાં ઈકરા (ભણવા માટે) પઢવા માટે શબ્દનો અર્થ સમજાવી શિક્ષણલેવા ચીન સુધી જવાની તાલીમ કુઆર્નેપાકમાં આપેલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ- મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબાની વરણી થતા તેઓનું સમગ્ર મુસ્લિમ સમાજ વતી શિલ્ડ આપી શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વેશ્રી હાસમભાઈ મેતાજી, હાજીબાબુભાઈ વિસળ, ગફારભાઈ મંત્રી, હસનભાઈ સોરા, યુનુસભાઈ, હાજી કાસમભાઈ એલઆઈસીવાળા, હાજીભાઈ દોઢીયા (મધુવન સ્કુલ), ઈકબાલભાઈ મોર્ડન મંડપ વાળા, શબીરભાઈ પરમાર, યુનુસભાઈ જયહીન્દ હોટલ, યુસુફભાઈ સોપારીવાળા, ઉમરઓર રઈશભાઈ નૂરી, રફીકભાઈ સવાણ, અનવરભાઈ સમા, શાહરૂખ વિસળ, એઝાજ ઓરા, રિયાઝ સોરા, અશરફ સમા, શાહરૂખ વિસળ, મોહસીન ઉન્નડ, અકરમ સોરા, ઓસમાણભાઈ ભુવર, હબીબભાઈ કટારીયા, હાજીભાઈ ઓડીયા, અનવરભાઈ દલ, રમજાનભાઈ ભલુર વગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધી હાસમભાઈ મેતાજીએ કરેલ.(૩૦.૮)

(3:23 pm IST)