Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક એકમોમાં ૧,૨૬,૧૩૯ શ્રમયોગીઓને ૧૪૬ કરોડના બોનસની ચુકવણી

ડેપ્યુટી લેબર કમિશ્નર એ.ટી. પેઇન્ટર દ્વારા કામગીરીનું સતત મોનીટરીંગ

રાજકોટ તા.૬: ડેપ્યુટી લેબર કમિશ્નરશ્રી એ.ટી. પેઇન્ટરે એક યાદીમાં જણાવ્યું છે કે આ વર્ષની દિવાળી નિમિતે સૌરાષ્ટ્ર-કચ્છનાં ઔદ્યોગિક એકમોમાં સને ૨૦૧૭-૧૮ના વર્ષ માટે કુલ ૧,૦૨,૬૩૬ શ્રમયોગીઓને કુલ રૂપિયા ૧૨૭ કરોડનાં બોનસની ચુકવણી કરવામાં આવેલ છે. હજુપણ ઔદ્યોગિક એકમો માં બોનસ વહેંચણીની કામગીરી ચાલુ છે.સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં આવેલ ઓૈદ્યોગિક સંસ્થાઓમાં શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારો નિમિતે સમયસર બોનસ મળી જતાં આનંદની લાગણી પ્રવર્તી છે અને બોનસના પ્રશ્ને કોઇપણ ઓૈદ્યોગિક એકમોમાં હજુ સુધી અશાંત પરિસ્થિતિ ઉદ્દભવેલ નથી. શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારોમાં બોનસ સમયસર કાયદાનાં નિયમો મુજબ મળી રહે તે માટે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરેક જિલ્લામાં મદદનીશ શ્રમ આયુકતશ્રીઓ તથા સરકારી શ્રમ અધિકારીશ્રીઓ દ્વારા ચાંપતી નજર રાખી કામગીરી કરાઇ રહેલ છે અને કોઇપણ પ્રકારનો વિવાદ ઉપસ્થિત થાય તો તેનો ત્વરીત નિકાલ પણ સમાધાન પ્રક્રિયાથી થઇ રહેલ છે. સમગ્ર પરિસ્થિતિ પર ડેપ્યુટી લેબર કમિશ્નરશ્રી રાજકોટ સતત મોનીટરીંગ કરી રહેલ છે અને આ બાબતે શ્રમનિયામકશ્રી ગાંધીનગર તરફથી પણ રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે.

(3:23 pm IST)