Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ટોયઝ ઓફ મેથ્સ સાયન્સ

 રાજકોટઃ લોક વિજ્ઞાનકેન્દ્ર, રેસકોર્ષ ખાતે ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પોન્સર્ડ અને પાયોનિયર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ટોયઝ ઓફ મેથ્સ સાયન્સનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં ડી.ઇ.ઓ.માંથી શ્રી હિંડાચા, મોદી સ્કૂલના ટ્રસ્ટીશ્રી રશ્મિનભાઇ મોદી, કોટેચા ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટીશ્રી રશ્મિનભાઇ મોદી, કોટેચા ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટીશ્રી ભાનુભાઇ પંડ્યા, ડો.ભાયાણી તથા ડો.હેમાણીના હસ્તે સાયન્ટીફીક દિપ પ્રાગટય કરવામાં આવેલ ૧૭૦ વિદ્યાર્થીઓએ ગણિતના કાગળ પર મોડેલ્સ, ઓરોગામીથી કાગળના ફુલ,સ્ટ્રોમાંથી પિપુડી, પાણીમાં આગ, ગંગાજળ દ્વારા દિપ પ્રાગટય જેવા પ્રયોગો રજુ કરેલ કાર્યક્રમનું સંચાલન નીશીથ સી. મહેતા અને તજજ્ઞ તરીકે ગૌતમભાઇ લીંબડ તથા નીશીથ મહેતાએ સેવા આપેલ.(૧૭.૧૮) 

(3:22 pm IST)