Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સ્વ. મનોહરસિંહજી જાડેજા-પ્રફુલભાઈ કક્કડને શહેર કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણઃ કારોબારી બેઠકમાં શોક ઠરાવો કરાયા

રાજકોટઃ. રાજ્યના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના રાજવી તેમજ વર્ષો સુધી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ફરજ બજાવનાર સ્વ. મનોહરસિંહજી જાડેજા તથા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સ્વ. પ્રફુલભાઈ કક્કડને શહેર કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી આપતા શોક ઠરાવો કારોબારી બેઠકમાં કરાયા હતા. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતની યાદીમાં જણાવાયા મુજબ શહેર કોંગ્રેસની કારોબારી મીટીંગ તેઓના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સ્વ. મનોહરસિંહજી જાડેજા તથા સ્વ. પ્રફુલભાઈ કક્કડને શ્રધ્ધાંજલી આપવાનો ઠરાવ કરી સદ્ગતને શ્રધ્ધાંજલી આપવા માટે સૌ સભ્યોએ બે મીનીટ મૌન પાળ્યુ હતું. આ ઉપરાંત બીજો ઠરાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડો. હેમાંગ વસાવડાએ તમામ વોર્ડમાં દર મહિને વોર્ડની કારોબારી મીટીંગ બોલાવી તેનો અહેવાલ શહેર પ્રમુખને આપવા અંગેનો ઠરાવ કરાયો હતો. તેવી જ રીતે ત્રીજો ઠરાવ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ત્રિવેદીએ શહેરના તમામ સેલના ઓર્ગેનાઈઝેશનને દર મહિને તેઓની કારોબારી મીટીંગ બોલાવી તેનો અહેવાલ શહેર પ્રમુખને આપવાનો ઠરાવ કરાયો હતો અને ઠરાવ નં. ૪ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટીએ કોંગ્રેસના તમામ કોર્પોરેટરોની દર મહિને કારોબારી મીટીંગ વિપક્ષી નેતા તથા દંડકશ્રીએ તેઓના કાર્યાલયે બોલાવવાનો ઠરાવ કરાયો હતો.  આ મીટીંગમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, રાજકોટ સેવાદળના મુખ્ય સંગઠક ભાવેશ ખાચરીયા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, રાજકોટ શહેર એન.એસ.યુ.આઈ. પ્રમુખ જયકિશન ઝાલા, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ નરેશ સાગઠીયા-એ.સી., યુનુસ જુણેજા-લઘુમતી, રાજેશ આમરણીયા-ઓબીસી, સોશ્યલ મીડીયા જીજ્ઞેશ વાગડીયા, ફરીયાદ સેલના આશિષ વાઢેર, માલધારી સેલ જીજ્ઞેશ સભાડ, વિચાર વિભાગ પવન કાપડીયા, લેબર સેલ મહેશ પાસવાન, એસ.ટી. આર.ડી. પરમાર, લોક સરકારી ઈન્ચાર્જ કલ્પેશ સાદરાણી અને નિશાંત પોરીયા, લોક સરકાર સૌરાષ્ટ્ર ઈન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ રજત સંઘવી અને દર્શન ચૌહાણ, વોર્ડ પ્રમુખ રમેશ જુંજા, કૃષ્ણદત રાવલ, કલ્પેશ પીપળીયા, કેતન જરીયા, જગદીશ ડોડીયા, જગદીશ સખીયા, નરસિંહ પટોડીયા, માણસુર વાળા, વાસુભાઈ ભંભાણી, નારણભાઈ હીરપરા, દર્શન ગોસ્વામી, દિપક ધવા, કોર્પોરેટરશ્રીઓ દિલીપ આસવાણી, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, માલવી વસંતબેન, પરેશ હરસોડા, જાડેજા, ઉર્વશીબા, સંજય અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, શિક્ષણ સમિતિના સભ્ય રહીમભાઈ સોરા, ડો. રાજેશ ત્રિવેદી, શરદ તલસાણીયા, કોર્પોરેશનની ચૂંટણી લડેલા રઝીયાબેન કારીયાણી, ધર્મિષ્ઠાબેન મહેતા, અલ્કાબેન રવાણી, પ્રવિણ રાઠોડ, કેયુર મસરાણી, પ્રવિણ ચાંડપા, પરાગ મકવાણા તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના તમામ વોર્ડમાંથી આગેવાનશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

(3:22 pm IST)