Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા

મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રેષ્ટ દ્વારાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવડા શણગાર, રંગોળી તથા દિવાળી કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. ટ્રેષ્ટની અલગ અલગ ૨૦થી પણ વધારે શાળાઓના ૩૫૦ વિદ્યાર્થીઓ એ ઉત્સાથી ભાગ લીધેલો. નિર્ણાયક તરીકે દર્શિકાબેન ધોરડા, લીનાબેન રૂપાણી જલ્પાબેન ગૈસ્વામી, મીતાબેન જોબનપુત્રા તથા જસ્મિનાબેન અને ખ્યાતિબેન સેવા આપેલ. વિવિધ સ્પર્ધાના વિજેતા ઓને ટ્રેસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી, નિર્ણાયકો તથા વિવિધ શાળાના આચાર્યો ના હસ્તે ઈનામો આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સ્ટાફે કરેલ.(૪૬.૩)

(3:22 pm IST)