Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સરકારી નોકરી કઈ રીતે મેળવવી... સેમિનાર

રાજયના યંગેસ્ટ આઈ.પી.એસ.સફીન હસન, સિવિલ જજ ઉમરખાન પઠાણ, શૈલેષ સગપરીયા, નિર્મલકુમાર ગોગરાના વકતવ્યઃ રવિવારે કાર્યક્રમ

રાજકોટ,તા.૬: એસ.વાય.ગ્રુપ દ્વારા આગામી તા.૧૧ના રવિવારે સવારે ૧૦ થી ૧૨ અરવિંદભાઈ મણીયાર હોલ, જ્યુબેલી ગાર્ડન પાસે, રાજકોટ ખાતે સરકારી નોકરી પ્રાપ્ત કરવા માંગતા તેમજ જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ જનરલ નોલેજ પ્રાપ્ત કરવા માંગતા યુવાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે. જેમાં હાલમાં જ લેવાયેલ યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં બીજો રેન્ક મેળવનાર તેમજ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે આઈ.પી.એસ. અધિકારી બનેલ શફિન હશન (કાળોદર) યુવાઓને માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત નાની ઉંમરે સિવિલ જજ કમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ બનેલ ઉમરખાન જી.પઠાણ (જેતપુર) પણ હાજરી આપી યુવાનોને સંબોધશે, આ તકે યુવાઓને મોટીવેટ કરવા માટે શૈલેષભાઈ સગપરિયા જે સારા એવા વકતા છે અને વિભાગીય નાયબ નિરીક્ષક, લોકલ ફંડ ઓડિટ, રાજકોટમાં ફરજ બજાવે છે, સારીક એહમદ જે આસીસ્ટન્ટ કમિશ્નરશ્રી, મીનીસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, ભારત સરકારમાં ફરજ બજાવે છે. આ બધા જ યુવાઓ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સરકારી નોકરી કઈ રીતે મેળવવી તે અંગેનું અને સચોટ માર્ગદર્શન આપશે.

રજીસ્ટ્રેશન કરાવવા માટે સર્વેશ્રી મોહસીનખાન ડી.પઠાણ મો.૯૨૨૮૪ ૩૨૫૬૦, આસિફભાઈ સિપાઈનો સંપર્ક કરવો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આસિફભાઈ સિપાઈ (રાજકોટ), મોહસીનખાન ડી.પઠાણ (ચોટીલા), મુશર્રફ મોગલ (રાજકોટ), ડો.અવેશ ચૌહાણ (પોરબંદર), શબ્બીરખાન પઠાણ (ચુડા), ઈરફાન મોગલ (રાજકોટ), હુસેન શેખ (રાજકોટ), રફીકભાઈ ચૌહાણ (જસદણ), ઝરીનાબેન ખફીફ (રાજકોટને), નિલેશભાઈ રાવલ (ગીતાંજલિ કોલેજ રાજકોટ) સહિતના સભ્યો તૈયાર કરી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)