Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પુજા હોબી સેન્ટરના બાળકો બાલીમાં સ્કેટીંગ પરફોર્મ કરશે

રાજકોટ તા. ૬ : તાજેતરમાં શ્રી ડાન્સ એકડેમી મહારાષ્ટ્ર તથા અમદાવાદ ખાતે નેશનલ ડાન્સ કોમ્પીટીશન ૨૦૧૮ યોજાયેલ. જેમાં ૨૮ રાજયોના ૪ હજાર બાળકો વચ્ચે રાજકોટની પૂજા હોબી સેન્ટરના ભુલકાઓએ સ્કેટીંગ પર વંદે માતરમ ડાન્સ રજુ કરી પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ.

 જે બદલ આ તમામ બાળકોને આગામી તા. ૧૧ થી ૧૮ બાલી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં પરફોર્મ કરવાની તક સાંપડી છે.

આ અંગે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બાલી ખાતે પણ આ બાળકો સ્કેટીંગ પર હીપહોપ, ફ્રી સ્ટાઇલ, લીરીકલ, પંજાબી, ફોક, વેસ્ટર્ન, આર્ટીસ્ટીક, સ્પીન જમ્ જેવી અનેક સ્ટાઇલમાં પરફોર્મ કરશે.

૪ વર્ષથી ૨૦ વર્ષના આ બાળકોમાં રાહી નાગવેકર, માહી દુદકીયા, કિયાના બાસીડા, ફેલીકસ બાસીડા, પ્રેમ ગાંધી, યુવરાજ કુંદનાની, નિવેદ બાવીશી, શૌર્ય ભાવસાર, ધ્વનિલ કાગડા, દર્શિલ ગાંધી, ખુશ ઠકકર, નમન પંડયા, મીત ગાંધી, જીગર ગોધાણીયા, કેવીલ સિધ્ધપુરા, નિસર્ગ કાગડા ભાગ લઇ રહ્યા છે.

તમામને કમીટી મેમ્બરો મૌલેશભાઇ પટેલ, જવાહરભાઇ ચાવડા, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, શ્રીમતી રત્નાબેન સેજપાલ, રમાબેન હેરભા, સોનલબેન ગાંધી, ડો. પુજા રાઠોડ, દીપુ દીદી, સંચાલિકા પુષ્પાબેન રાઠોડ વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

તસ્વીરમાં બાલી ખાતે સ્કેટીંગ પરફોર્મન્સ કરવા જઇ રહેલ પુજા હોબી સેન્ટરના બાળકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:20 pm IST)