Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રતનપરમાં 'કટીંગ' વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૪II લાખનો દારૂ જપ્ત

બે ગઢવી બંધુ સહિત છના નામ ખુલ્યા એક ટેન્કર, હોન્ડા સીટી કાર અને બે બાઇક કબ્જે

રાજકોટ તા. ૬: શહેર ક્રાઇમ બ્રાંચની એક ટૂકડીને મળેલી બાતમીને આધારે મોરબી રોડ પરના રતનપર નજીક એક વાડીમાં ચાલી રહેલા દારૂના 'કટીંગ' વખતે દરોડો પાડવામાં આવતાં આશરે સાડા ચાર લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પીએસઆઇ અતુલ સોનારા અને ટૂકડીએ આ જથ્થા સાથે એક ગઢવી શખ્સની અટકાયત કરી છે. એક ગાડીમાં બીજા ધંધાર્થીઓ નાશી છૂટ્યા હતાં. સ્થળ પરથી એક ટેન્કર, હોન્ડા સીટી કાર  અને બે બાઇક સહિત લાખોની કિંમતના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ  આ કામગીરી પીએસઆઇ સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, નિશાંત પરમાર, મહેશભાઇ મંઢ સહિતની ટીમે  કરી હતી.

પોલીસે ૧૦૨૦ બોટલ દારૂ જે ઓઇલના ટેન્કરમાં છુપાવ્યો હતો તે , તથા ૧૨ લાખનું ટેન્કર, ૪ લાખની જીજે૧૧એડી-૬૪૬૩ નંબરની હોન્ડા સીટી, ૩૫ હજારના બે બાઇક તથા ૫૫૦૦ના બે મોબાઇલ મળીરૂ. ૨૦,૪૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નાશી છૂટેલા અર્જુન વિનુ ગઢવી, અર્જુન વિનુ ગઢવી, તેના બે ભાઇ અને લક્કીરાજસિંહ ઝાલાની શોધખોળ થઇ રહી છે. (૧૪.૧૨)

(3:16 pm IST)