Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મગફળી રજીસ્ટેશનમાં સમગ્ર રાજયમાં રાજકોટ મોખરે : ૧પ મીથી ખરીદીનો થશે પ્રારંભઃ કલેકટર

રાજકોટ જીલ્લામાં ર૮ હજારમાંથી ર૭૬૭૪ જમીનનો એરીયા આવરી લેવાયો... : રાજકોટ જીલ્લામાં ૧૮૭૬ર ખેડૂતો સામે ૧૩૯૦૦ નું રજીસ્ટ્રેશનઃ જુનાગઢ બીજા નંબરે...

રાજકોટ તા. ૬ : રાજય સરકારે મગફળી ખરીદી અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન અમલમાં મૂકયું છે, તેની જવાબદારી પૂરવઠા નિગમને સોંપી છે.

રાજકોટ જીલ્લામાં કલેકટર ડો. રાહુલ ગૂપ્તાના સુપરવિઝન હેઠળ રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. આજે છઠ્ઠા દિવસે રજીસ્ટે્રશન અંગે વિગતો આપતા કલેકટર ડો. રાહુલ ગૂપ્તાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં રાજકોટ જીલ્લો રજીસ્ટે્રશનમાં નંબર વન ઉપર છે, કુલ ૧૮૭૬ર ખેડુતોમાંથી ૧૩૮૦૦ ખેડુતોએ રજીસ્ટે્રશન કરાવ્યું છે. જયારે ૮ હજાર સાથે જુનાગઢ જીલ્લો નંબર વન છ.ે

તેમણે ઉમર્યું હતું કે રાજકોટ જીલ્લામાં ર૮ હજારમાંથી ર૭૬૭૪ જમીનનો એરીયા આવરી લેવાયો છ.ે

કલેકટરશ્રીએ ઉમેર્યું હતું. કે મગફળીની ખરીદી ૧પમી આસપાસ લગભગ થશે.

જીલ્લા વાઇઝ વિગતો જોઇએ તો અમરેલી-પ૮૭૭, જામનગર-પર૬૪, ભાવનગર-૩પપ૯, દેવભૂમી દ્વારકા-૩૪પ૧, ગીરસોમનાથ-૩૩૯૪, સાબરકાંઠા-ર૪ર૮, પોરબંદર-રર૦પ, બનાસકાંઠા-૭૮ર૬, મોરબી-૧૭૧પ, મહેસાણા-૧૦૭૩નો સમાવેશ થાય છ,જયારે ખેડા-૬૦, પાટણ-૩૦, દાહોદ-પ, અને નર્મદા-ભરૂચમાં મીંડ ૧-૧ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, રાજયમાં કુલ ૯૬૭૮૯ ખેડૂતોમાંથી આજે સવારે પપ૧૧૦ ખેડુતોએ મગફળી અંગે રજીસ્ટ્રેશન કરાવ્યાનું બહાર આવ્યું છે.

(3:14 pm IST)