Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

કક્કડ પરિવાર દ્વારા ૨૪ નવેમ્બરથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

જલારામ પ્રાર્થના મંદિરના પ્રણેતા પૂ. ભાનુમાં તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આયોજનઃ પૂ. મીરાબેન ભટ્ટ કથા રસપાન કરાવશે

રાજકોટ તા.૫: જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા અગ્રણી તેજસભાઇ તુલસીદાસભાઇ ક્કકડ અને શ્રીમતી જયશ્રીબેન તથા પરિવાર શ્રી દિલીપભાઇ-નિલાબેન, શ્રી કોકિલભાઇ-તરૂલતાબેન, શ્રી અશોકભાઇ-ચેતનાબેન તથા હિતેષકુમાર રાયચુરા અને રૂપાબેન અને કક્કડ પરિવાર દ્વારા દિવાળી પછી તા. ૨૪ નવેમ્બરના રોજ રાજકોટના જલારામ પ્રાર્થના મંદિર સામે જીવન આનંદ, મોટી ટાંકી (ફોન નં. ૦૨૮૧- ૨૨૨૨૨૨૨ / ૨૪૬૫૫૧૩ / ૯૮૯૮૪ ૯૦૫૨૮/ ૯૩૭૬૬૫૮૨૨૩) શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. જલારામબાપા તથા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની કૃપાથી માતુશ્રી સંત માતા પૂ. ભાનુમા તેમજ સમસ્ત પિતૃઓના આત્મશ્રેયાર્થે કર્મ ઉપાસના અને જ્ઞાનરૂપી ત્રિવેણી સંગમ સમાન દિવ્ય પાવનકારી અને પરમ ભગવદ કાર્યરૂપી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો તા. ૨૪-૧૧-૧૮ને શનિવારે સવારે ૮:૩૦ વાગ્યે પોથીયાત્રા-મહાત્મય શ્રવણ સાથે પ્રારંભ થશે. પોથીયાત્રા શ્રી જલારામ પ્રાર્થના મંદિરથી નિકળીને કથા સ્થળ જીવન આનંદ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સામે મોટી ટાંકી ચોક પાસે પહોંચશે અને દરરોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી પ્રખર વકતા કથાકાર પૂ. મીરાબેન ભટ્ટ બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. સવારે ૯:૩૦ વાગ્યે વકતાશ્રીના વરદહસ્તે દિપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ થશે. તા. ૨૫-૧૧-૧૮ને રવિવારે શુક્ર આગમન-કપીલ પ્રાગટય, તા. ૨૬-૧૧-૧૮ ને સોમવારે ધ્રુવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટય, તા. ૨૭-૧૧-૧૮ને મંગળવારે શ્રી  વામન પ્રાગટય, શ્રી રામ પ્રાગટય, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા. ૨૮-૧૧-૧૮ને બુધવારે ગોવર્ધન પૂજા-રાસલીલા, તા. ૨૯-૧૧-૧૮ને ગુરૂવારે રૂક્ષ્મણી વિવાહ, તથા તા. ૩૦-૧૧-૧૮ને શુક્રવારે સુદામા ચરિત્ર સાથે શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વિરામ લેશે.

કથાના વિરામના દિવસે તા. ૩૦-૧૧-૧૮ને શુક્રવારે સાંજે ૭:૩૦ વાગ્યે કથા સ્થળ ''જીવન આનંદ'' શ્રી જલારામ પ્રાર્થના મંદિર સામે, મોટી ટાંકી ચોક પાસે, રાજકોટ ખાતે આમંત્રિતો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

કથા શ્રવણનો લાભ લેવા સા.શ્રી તુલસીદાસભઆઇ નાનજીભાઇ કકકડ પરિવારનાશ્રી દિલીપભાઇ તુલસીદાસભાઇ કકકડ, અ.સૌ. નિલાબેન દિલીપભાઇ કકકડ, શ્રી તેજશભાઇ તુલશીદાસભાઇ કકકડ, અ.સૌ. જયશ્રીબેન તેજશભાઇ કકકડ, શ્રી કોકિલભાઇ તુલસીદાસભાઇ કકકડ, અ.સૌ. તરૂલતાબેન કોકિલભાઇ કકકડ, શ્રી અશોકભાઇ તુલસીદાસભાઇ કકકડ, અ.સૌ.ચેતનાબેન અશોકભાઇ કકકડ, શ્રી હિતેષકુમાર વલ્લભદાસભાઇ રાયચુરા, અ.સૌ. રૂપાબેન હિતેષકુમાર રાયચુરા, શ્રીમોહિતભાઇ દિલીપભાઇ કકકડ, અ.સૌ.પ્રેક્ષાબેન મોહિતભાઇ કકકડ, શ્રી કલ્પીતભાઇ દિલીપભાઇ કકકડ, અ.સૌ.પલ્લવીબેન કલ્પીતભાઇ કકકડ, રિતેષકુમાર ક્રિષ્નારાય સંચાણીયા, અ.સૌ. અમ્રીતાબેન રિતેષકુમાર સંચાણીયા, મિવાન કુમાર કકકડ, મીરાબેન તેજશભાઇ કકકડ, પ્રણવભાઇ તેજશભાઇ કકકડ, પ્રિયેનભાઇ કોકિલભાઇ કકકડ, અ.સૌ રાધિકાબેન પ્રિયેનભાઇ કકકડ, દર્શિતભાઇ હિતેષકુમાર રાયચુરા, અ.સૌ. મીરાબેન દર્શિતભાઇ રાયચુરા, અવનીશભાઇ હિતેષકુમાર રાયચુરા, અ.સૌ. સ્ટેફ અવનીશભાઇ રાયચુરા, નિકિતાબેન, રિયાબેન કિરીનબેન સહિતનાએ આમંત્રણ પાઠવ્યંુ છે.

(11:41 am IST)