Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રેસકોર્સમાં મનપા દ્વારા ભવ્ય આતશબાજી : ફટાકડાથી આકાશ રંગીન બન્યું : મોટી સંખ્યામાં લોકો ઉમટયા

આતશબાજી પૂર્વે એક અદ્ભૂત લેસર શો દર્શાવવામાં આવ્યો

રાજકોટ: રાજકોટ મનપા દ્વારા ધનતેરસે ભવ્ય આતશબાજીનું આયોજન થયેલ આજે રાત્રે  8 કલાકે રેસકોર્ષના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આતશબાજી પૂર્વે એક અદ્ભૂત લેસર શો દર્શાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સાંસદ મોહન કુંડરિયાના હસ્તે આતશબાજીનું ઉદ્ઘાટન કરાયું હતું. આતશબાજીના રંગબેરંગી ફટાકડાઓથી સમગ્ર આકાશ રંગીન બની ગયું હતું. આ અનોખા દ્રશ્યો નિહાળવા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

 

આતશબાજીમાં અવનવા ફટાકડા જેવા કે, 200 ફુટ નાયગ્રા ધોધ, ટ્રી-થ્રી ઇન વન, ટ્રી-સુર્યમુખી, ટ્રી- પામ, તેમજ અશોક ચક્ર, ફાયર બોલ, આકાશી અગનગોળા, 4ડીઝાઇન મલ્ટી કલરશોટ, 100 શોટ સાયરન, ઉપરાંત 120 મલ્ટી કલર શોટ, સહિતનાં વિવિધ ફાટકડાઓથી આકાશમાં રંગોળી જોવા મળી હતી. આ દ્રશ્યોને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર, મનપા કમિશ્નર, મેયર, તેમજ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પણ આ તકે ખાસ હાજર રહ્યા હતા અને આતશબાજીનો આનંદ માણ્યો હતો.

(10:03 pm IST)