Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દૂકાન ખાલી કરવા કહી ઓટો બ્રોકર મયુર પટેલ પર સતિષ ગમારા અને બે અજાણ્યાનો હુમલોઃ કમરમાં ફ્રેકચર

બોમ્બે હાઉસીંગના યુવાનને ભવાના નાથા રંગાણી સાથે દૂકાન મામલે માથાકુટ ચાલે છેઃ ભવાને માણસો મોકલ્યાની ફરિયાદ

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસીંગ-૪માં રહેતાં અને કાર લે-વેંચનો ધંધો કરતાં ઓટો બ્રોકર મયુર હરિભાઇ ધામેલીયા (પટેલ) (ઉ.૨૮)ને તે ૪૦ ફુટ રોડ બાલાજી ડેરીની બાજુમાં રહેતાં તેના મોટા ભાઇ હર્ષદભાઇ હરિભાઇના ઘરે પોતાના માતા ભાનુબેનને લઇને ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સે આવીને 'તમે હરિભાઇના દિકરા છો ને?' તેમ પુછતાં મયુરે હા પાડતાં એ શખ્સે તેનો મોબાઇલ ફોન આપીને વાત કરવાનું કહેતાં મયુરે વાત કરતાં સામેથી વાત કરનારે પોતે સતિષ ગમારા બોલે છે તેવું કહીને ધમકી આપેલી કે તું રિલાયન્સ કોલ્ડ્રીંકસની બાજુમાં આવેલી બાલાજી ડેરી નામની દૂકાન ખાલી કરી નાંખજે નહિતર તારી હાલત ખરાબ કરી નાંખીશ. તેમ કહેતાં મયુરે જવાબ આપ્યા વગર ફોન કાપી નાંખ્યોહ તો.

હાલમાં મયુરને ભવાન નાથાભાઇ રંગાણી સાથે આ દૂકાન બાબતે કોર્ટ મેટર ચાલે છે. આ દૂકાન ખાલી કરાવવા ભવાન રંગાણીએ જ સાગ્રીત સતિષ ગમારા મારફત ફોન પરધમકી અપાવી હતી. એ પછી સતિષે ફોર્ચ્યુન ગાડીમાં આવી ગાળો દઇ ઝપાઝપી કરી દૂકાન ખાલી કરી નાંખવાની ધમકી આપી લાકડફીથી માર માર્યો હતો. એ પછી બીજા બે અજાણ્યા શખ્સોએ પણ આવીને મારકુટ કરી હતી. માતાએ તેને છોડાવ્યો હતો. મારને કારણે કમરમાં ફ્રેકચર થઇ ગયાનો તબિબે રિપોર્ટ આપ્યો છે.

તાલુકાના પીએસઆઇ આર. આર. સોલંકીએ ભવાન નાથા રંગાણી, સતિષ ગમારા અને બે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)