Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સમસ્ત કોળી સમાજ વિજયભાઇનો આભાર વ્યકત કરશેઃ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જોડાશે

રાજકોટઃ સમસ્ત કોળી સમાજની યાદીમાં જણાવાયું છે કે  રાજકોટ હોય કે ગુજરાત દરેક સમાજને સાથે લઇને ચાલનારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના વિકાસ કામોને લઇને અમુલ્ય ભેટ આપેલી છે. જેમાં રાજકોટને રેષકોર્ષ-૨ હોય કે અટલ સરોવર, રાજકોટને ફાટક મુકત કરવાની પહેલ જેમાં આમ્રપાલી ઓવરબ્રિજ હોય કે કે.કે.વી ચોક ફલાય ઓવરબ્રિજ કે રાજકોટ તથા સૌરાષ્ટ્રને આરોગ્યની ભરપુર સેવા મળે તે  માટે એઇમ્સ હોસ્પિટલ કે નવી ઝનાના હોસ્પિટલ હોય તેમજ રાજકોટ માટે કાયમી પાણીનોો પ્રશ્ન હલ કરેલ છે. જેમાં સૌરાષ્ટ્રને મહત્વનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ રાજકોટને નવુ બસપોર્ટ આવા અગણિત વિકાસના કામોને લઇને રાજકોટની પ્રજા તેમજ સમસ્ત કોળી સમાજ રાજકોટ સદાને માટેના આ સમાજ આપનો ઋણી રહેશે.

આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સમસ્ત કોળી સમાજના આગેવાનો સર્વશ્રી રમેશભાઇ પરમાર, બાબુભાઇ ઉઘેરજા, મનસુખભાઇ જાદવ, કાનાભાઇ ઉઘરેજા, સોમાભાઇ ભાલીયા, રવિભાઇ હઝીરપરા, પાંચાભાઇ વજકાણી, ભીખુભાઇ ડાભી, કાનાભાઇ ડંડેયા, બચુભાઇ તલસાણીયા, જેન્તીભાઇ બોરીચા, ભરતભાઇ ભખોડીયા, મગનભાઇ સાકરીયા ઉપસ્થિત રહેશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:25 pm IST)