Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બારેમાસ દારૂ પિનારા પણ નવરાત્રીમાં રજા રાખે છે તેમ છતા

ડમડમ બની વાહન ચલાવતા વધુ ૯ ઝડપાયા

પરમ દિવસે પોલીસે આઠ શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ હતું

રાજકોટ તા. પ : આખુ વર્ષ દારૂ પીને મોજમાં રહેનારા પણ જગદંબાની આરાધનામાં જોડાઇ નવ દિવસ સંયમ પાળે છે પરંતુ અમુક શકુરીયા કેમેય સુધરતા નથી ત્યારે પાંચમાં નોરતે આઠ દારૂડીયાને નશામાં ચકચુર બનીને વાહન ચલાવતા પોલીસે ઝડપી લીધા બાદ છઠ્ઠા નોરતે પણ પોલીસના ચેકિંગમાં નવ મહાશયો ડમડમ થઇને પોલીસની ઝપટમાં આવી ગયા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી અલગ અલગ સ્થળે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું પરમ દિવસે પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન આઠ શખ્સોને દારૂ પી વાહન ચલાવતા પકડી લીધા હતા. ત્યાં ગઇકાલે પણ જુદા-જુદા વિસ્તારમાંથી દારૂ પી વાહન લઇને નિકળેલા ૯ શખ્સોને પકડી લીધા છ.ેજેમાં બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ યુ.બી.પવાર સહિતે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂ પી જીજે.૩ એલ.એ.૬૮૭ર નંબરનું બાઇક લઇને નીકળેલા અજય કીશોરભાઇ સનુરા (ઉ.ર૩) (રહે. પાંજરાપોળ ઢાળ પાસે) તથા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ જયેન્દ્રસિંહ પરમાર સહિતે ૮૦ ફુટ રોડ નાગરીક બેંક સામેથી દારૂ પી જીજે.૩ કે.બી.૩૭પ૪ નંબરનું એકટીવા લઇને નિકળેલા ધર્મેશ રમેશભાઇ બાલાસરા (ઉ.ર૬) (રહે. કેવડાવાડી શેરી નં. ર/૧૮) ને તથા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા સહિતે નવાગામ બામણબોર પાસેથી ભરત ઉર્ફે બાબાુ મોહનભાઇ જેસાણી (ઉ.૩૭) (રહે. નવાગામ બામણબોર બાપાસીતારામ મંદિર પાસેને તથા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે. એસ.ચંપાવત્ તથા એએસઆઇ વી.પી.ઝાલા સહિતે લોધેશ્વર સોસાયટી શેરી નં. ર/૯ ના ખુણેથી જીજે. ૩ એજી ૩૭૩૮ નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે અમીત ઉદેસીંગભાઇ જરીયા (ઉ.૩ર) (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં.૧ ગોંડલ રોડ)ને મવડી ઓવરબ્રીજ નીચે નાગરીક બેંક પાસેથી જીજે.૩ બીયુ ૪૦પ૪ નંબરની રીક્ષામાંથી પ્રકાશ નારણ જરીયા (ઉ.૩ર) (રહેવાવડી વિશ્વકર્મા સોસાયટી) ને તથા કે.કે.વી. ચોક પાસેથી જીજે.૩ કેડી.૩પ૩૮  નંબરના બાઇક સાથે ઉત્તમસિંહ મહેન્દ્રસિંહ સોમગરા (ઉ.૩૧) (રહે. લક્ષ્મીનગર શેરી નં.૭/પનો ખુણો મુળ રાજસ્થાન) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા જયારે પ્ર.નગર પોલીસ મથકના કોન્સ. આશોકભાઇ સહિતે જંકશન મેઇન રોડ આશાપુરા હોટલ પાસેથી દારૂ પી જી.જે.૩ આર.આર-૬પપપ નંબરનું બાઇક લઇને નિકળતા ઝડપી લીધો હતો જયારે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. એસ.એન.મોરી સહિતે ૧પ૦ ફુટ રોડ રૈયા ચોકડી પાસેથી દારૂ પી  જીજે૩ સીએસ પ૧૬૯ નંબરનું બાઇક લઇને નીકળેલા અશોકભાઇ સોલંકી (ઉ.૩૯) (રહે.રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક શીવપરા શેરી નં.૯) ને અને  જીજે. ૩ ડીપી ૪૦૯૦ નંબરના બાઇક સાથે અશ્વીન અરજણભાઇ બગડા (ઉ.૩૪) (રહે. રૈયાધાર ઇન્દીરાનગર મ.પરા) ને પકડી લીધા હતા.

(3:33 pm IST)
  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST

  • જૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST