Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કાલે પ્રજાપતિ સમાજના રાસોત્સવ

૪ હજારથી વધુ ખેલૈયાઓ ઝુમશેઃ ૮૦ હજાર વોટની સિસ્ટમ્સ

રાજકોટ,તા.૬: જેમ જેમ નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિની ભારતીય પરંપરાના માં આદ્યશકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના પ્રજાપતિ સમાજના રાસ રસીયા ખેલૈયાઓ માટે સતત બીજા વર્ષે કંઈક નવું જ આપવાના હેતુસર પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૮નું જાજરમાન આયોજન આવતીકાલે તા.૭ના રવિવારે સાંજે ૭ વાગ્યાથી રોયલ રજવાડી ગ્રાઉન્ડ હોટેલ સીઝન-૩ની સામે, કલ્યાણ પાર્ટી પ્લોટની બાજુમાં, નાના  મૌવા રોડ પાર વિશાળ પટાંગણમાં કરાયું છે.

સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે ૪ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને ૧ હજારથી વધુ લોકો નિહાળી શકે તેમજ વી.વી.આઈ.પી બેઠક વ્યવસ્થા, સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે. કંઈક નવું જ આપવાના ભાગરૂપે ગ્રાઉન્ડમાં ૧૦૦થી વધુ લાઈટોનું ડેકોરેશન કરી રાત્રીના પણ દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવશે. તેમજ વરસાદી વાતાવરણને પહોંચી વળવા આખા ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીકની સાથે ઝાજમ પાથરવામાં આવી છે.

આર. કે. સાઉન્ડ સીસ્ટમ્સની ૮૦ હજાર વોટની ડીઝીટલ હાઈફાઈ લાઈન એરેર સાઉન્ડના સથવારે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે તેમજ એન્કર ચંદ્રેશ ગઢવી તથા સાથી એન્કર ઋષિ દવે પોતાનું આગવી અદાથી રંગ જમાવશે, ગૌરવ પરમાર એન્ડ ટીમ ઓરકેસ્ટ્રાના યુવા સાંજીદાઓ ખેલૈયાઓ ધુમ મચાવશે.

આ આયોજન સફળ બનવવા માટે રાજેશ સવનીયા, મનીષ પ્રજાપતિ, હરેશ પ્રજાપતિ, પ્રફુલ લાડવા, અશ્વિન પાણખાણીયા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે રાજેશ સવનીયા (મો.૭૬૦૦૦ ૧૦૧૦૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૩)

(4:40 pm IST)