Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

નવલા નોરતામાં સાધુ વાસવાણી રોડ ઉપર પડશેને દિવસ ઉગશે

પાસ માટે જબરો ઘસારોઃ ગ્રાઉન્ડની વ્યવસ્થા પૂર્ણઃ રઘુકુળ યુવા ગ્રુપના મિતેષ રૂપારેલીયા અને તેની ટીમનું બેનમૂન આયોજન

રાજકોટ,તા.૬: સતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૧૦ થી તા.૧૯ સુધી યોજાનાર 'અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'ની માહિતી આપતાં યુવા ગ્રુપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ. આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા હજારો ખેલૈયાઓ પરીવાર સાથે આદરભર્યા વાતાવરણમાં ઝુમશે.

લાઈટિંગથી કંઈક નવુજ આપવા માટે રાત્રીના દિવસ જેવું વતાવરણ કરી દેવામાં આવશે. બાઉન્સર તથા સીસીટીવી કેમેરાથી સજજ ગ્રાઉન્ડ વાતવારણમાં ઝુમશે.

ગીતોમાં જીજ્ઞેશ સોની પ્રસ્તુત વીરપુર જાવું કે સતાધાર જવું, આસોની અંજવાણી, રોટી માકી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું, જલા નજર નાખતા જન્મે, સાયબો રે ગોવાળિયો, ભૂમિ મહેતા પ્રસ્તુત હું કાગળિયા લખી લખી થાડી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તરીમાં કેશે. સોના નોગરબો સિરે. તરણેતરનો મેલે ગાયતો, રમતો ભમતો સહીતના

સંસ્કૃતિને જીવંત રાખવા દુહા- છંદની રમઝટ જામશે. ગ્રાઉન્ડમા હજારો ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા પાર્કીંગ વ્યવસ્થા ૨૫૦થી વધુ કાર્યકરો દેખરેખ રાખશે. ૧ લાખની સાઉન્ડ સીસ્ટમના સથવારે રઘુવંશી ખેલૈયા ઝુમશે. ખ્યાતનામ ઓરકેસ્ટ્રા હરીઓમ પંચોલી, ઝુમવા મજબુર કરશે. સીંગર ટીમ જીગનેશ સોની, શ્યામ મહેતા, ભુમી મહેતા, એન્કર તરીકે હર્ષલ માકડ (હેયાન) રહેશે. ભવાની સીકયુરીર્ટી અભીમન્યુસિંહ ગ્રાઉન્ડ પર સીકયુરીટી પુરી પાડશે.

રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના ફોર્મ માટે ખેલૈયાઓમાં ઘસારો અને અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. ફોર્મ (૧) રામા ફેશન, ૨૨- જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર મેઈન રોડ, (૨) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ, (૩) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે, (૪) મગનલાલ આઈસ્ક્રીમ, રેકકોર્ષ રીંગ રોડ, (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ, (૬) અંબીકા ફરસાણ, કોટેચા ચોક, (૭) એરટેલ શોપી, સાધુવાસવાણી રોડ,   (૮) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ, (૯)  એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, (૧૦) કિશન ઝેરોક્ષ, યુનિર્વિસિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો.૯૩૨૭૭ ૦૬૭૦૭, મો.૮૦૦૦૩ ૮૩૧૬૭, મો.૭૮૭૮૧ ૨૭૯૭૯, મો.૯૦૬૭૪ ૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સુત્રધાર અને રઘુવંશી સમાજના યુવા અને તરવરીયા આગેવાન મિતેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે.(૩૦.૭)

(4:26 pm IST)