Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

'જૈનમ'ના રાસોત્સવઃ બુધવારે મહાનુભાવોના હસ્તે પ્રારંભ

આકર્ષક લૂક, મનમોહન લાઈટીંગ અને ટ્રસનું કોર્પોનેટ લૂક સ્ટેજઃ દરરોજ વિવિધ સ્પર્ધા, થીમ-ડે ઉજવાશેઃ સોમવારથી પાસનું બુકીંગ બંધ

રાજકોટ, તા. ૬ : જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે સમગ્ર જૈન સમાજ દ્વારા  સતત ત્રીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ રહયું છે.

માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ થી તા.૧૮ એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે.

નવરાત્રીનાં પ્રથમ નોરતે એટલે તા.૧૦ને રાત્રે ૯ કલાકે જૈનમ્ નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, આ પ્રસંગે ખાસ મુંબઈથી જી.ઈ.ઓ. (ગુજરાતી એનરીચમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નાં મનીસભાઈ શાહ, શ્રી ચેતનભાઈ ભાનુશાળીનાં વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, તદ્ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી રાજુભાઈ છેડા- જસ્ટ ઈન ટાઈમ, ગીરીશભાઈ છેડા- મુંબઈ, વિનોદભાઈ દોશી- એચે.જે.ઈન્ડસ્ટ્રીઝ, જીતુભાઈ, ચંદ્રકાંતભાઈ શેઠ- શેઠ બીલ્ડર્સ, જીતુભાઈ બેનાણી- જાણીતા બિલ્ડર્સ, અતુલભાઈ જૈન- મુંબઈ, મુકેશભાઈ દોશી (મોડર્ન), જયેશભાઈ શાહ- સોનમ કવાર્ટઝ, દર્શનભાઈ શાહ- ભારત સ્ટીલ ટુલ્સ સીન્ડીકેટ, રમણભાઈ વરમોરા- વરમોરા ગ્રુપ, વિમલભાઈ કેશુભાઈ ખુંટ (કાનાભાઈ)- રાજકોટ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, રાકેશભાઈ રાજદેવ- હોટલ રોમા ક્રિસ્ટો- દ્વારા, ગીરીશભાઈ મદનલાલ રાઠી- બ્રુકલેન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર- અમદાવાદ, મુકેશભાઈ  શેઠ- શેઠ બિલ્ડર્સ, વિરેન્દ્રભાઈ ખારા- જીતેન્દ્ર ગ્રુપ, દિલીપભાઈ ઉદાણી, રાજુભાઈ કેસ્ટ્રોલ, હસુભાઈ પટેલ- પટેલ ઓટો કેર, સીમાબેન ખેચ. ખજુરીયા, ડી.વી.મહેતા- એક્રોલોન્જ કલબ, શ્યામભાઈ છાંટબાર, રશ્મીકાંતભાઈ મોદી- મોદી સ્કુલ ઉપસ્થિત રહેશે.

જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં સૌપ્રથમવાર ટ્રસનું મનમોહક દેખાય સાથે આકર્ષક લાઈટીંગ સાથેનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવનાર છે. રમવાનું વિશાળ ગ્રાઉન્ડ કારપેટથી મઢવામાં આવનાર છે. રાજકોટમાં સૌ પ્રથમવાર ૪૦ વર્ષ ઉપરનાં ખેલૈયાઓ માટે પણ પ્રિન્સ- પ્રિન્સેસની કેટેગરીમાં પણ ઈનામો રાખવામાં આવેલ છે. સ્પોન્સરો માટે આકર્ષક ગઝીબો, પ્રેક્ષકો માટે સ્ટેડીયમ ટાઈપ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મેઈન સ્ટેજ ઉપર વિશાળ એલઈડી અને ગ્રાઉન્ડમાં પણ બે એલઈડી રાખવામાં આવશે. ખેલૈયાઓ માટે જૈનમ્ દ્વારા સ્કુટર, એલઈડી ટીવી, સોલાર સીસ્ટમ, ગોલ્ડ ઓર્નામેન્ટ, વોશીંગ મશીન, નાના ખેલૈયાઓ માટે સાયકલ અને અન્ય ઘણાં બધા ઈનામોથી નવાજવામાં આવશે.

નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ સ્પર્ધાઓ અને થીમ ડેનું અયાોજન કરવામાં આવેલ છે, તા.૧૦ના રોજ બહેનો માટે સાડી અને ભાઈઓ માટે કુર્તાની થીમ, તા.૧૧નાં રોજ બ્લેક થીમ ડે અને ગોગલ્સ થીમ, તા.૧૨ના રોજ ગરબા- આરતી બહેનો માટે અને કોટી ભાઈઓ માટેની સ્પર્ધા, તા.૧૩નાં રોજ દેશ ભકિત ડ્રેસ (ટ્રાઈ કલર) અને દેશ ભકિત કલર થીમ, તા.૧૪નાં રોજ બહેનો માટે ટેટ્ટ તથા મહેંદી અને ભાઈઓ માટે બ્રીડની સ્પર્ધા, થીમ ડેમાં કેન્ડલ તથા મોબાઈલ ટોર્ચ, તા.૧૫નાં રોજ ડેકોરેટીવ બલુની સ્પર્ધા અને બહેનો માટે રેડ ડ્રેસ અને વ્હાઈટ ડ્રેસ ભાઈઓ માટેની થીમ, તા.૧૬નાં રોજ થીમ ડે માં બોલીવુડ અને ટેલીવુડ, તા.૧૭નાં રોજ બહેનો માટે ચુડી અને ભાઈઓ માટે પાઘડી, તા.છ૧૮નાં રોજ ફ્રી સ્ટાઈલનું આયોજન પણ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીનાં ચેરમેનશ્રી પંકજ ભટ્ટ તથા તેમના  સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ ટયુબ અને સમગ્ર દેશમાં અર્વાચિન દાંડીયામાં પોતાની ગાયીકી દ્વારા ઘૂમ મચાવી રહયા છે તેવા શ્રીકાંત નાયર - મુંબઈ, મયુરી પાટલીયા - બરોડા, વિશાલ પંચાલ - અમદાવાદ, પરાગી પારેખ - વલસાડ,  પ્રિતી ભટ્ટ - રાજકોટ જેવા ચુનીંદા કલાકારો જૈનમ્ નવરાત્રીમાં ધુમ મચાવશે.

જૈનમ્ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા સમસ્ત જૈન સમાજનાં ખેલૈયાઓનો અપ્રિતમ બુકીંગ માટે સહૃયદથી આભાર વ્યકત કરે છે અને સાથે સિઝન પાસ બુકીંગ માટે રવિવાર છેલ્લો દિવસ રાખવામાં આવેલ છે અને સોમવારથી સિઝન પાસ બુકીંગ સદંતર બંધ કરવામાં આવશે, ત્યારબાદ ડેઈલી પાસ નવરાત્રી દરમ્યાન દરરોજ જૈનમ મધ્યસ્થ કાર્યાલયમાંથી મેળવી લેવાના રહેશે જેની નોંધ લેશો.

વધુ માહીતી માટે જૈનમ મધ્યસ્થ કાર્યાલય, ડોકટર પ્લાઝા, જયુબીલી ચોક, રાજકોટ ખાતે તેમજ જીતુ કોઠારી - ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા - ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં જૈનમ કમીટી મેમ્બરો મયુરભાઈ શાહ, જયેશ મહેતા, નીલેશ (ભીમભાઈ) ભાલાણી, જીતુભાઈ લાખાણી, વૈભવ સંઘવી, અમીતભાઈ દોશી, કેતનભાઈ, ગોસલીયા, ભાવીનભાઈ ઉદાણી, નીશાંત વોરા, તુષારભાઈ ધ્રુવ, વિભાષભાઈ શેઠ, દીવ્યેશભાઈ ગાંધી, જય મહેતા, રાજેષભાઈ મોદી, પરેશભાઈ વોરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

(4:20 pm IST)