Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સાયબર ફ્રોડથી કેમ બચી શકાય?...કાલે નિષ્ણાંતો વર્કશોપમાં આપશે માર્ગદર્શન

ભાગ લેનારના મોબાઇલ-પેનડ્રાઇવને ખાસ મશીનથી વાયરસ મુકત કરી દેવાશેઃ આત્મીય કોમ્પ્યુનીટી હોલ ખાતે શહેર પોલીસનું આયોજન

રાજકોટ તા. ૬: રાજય સરકારના સફળતા પુર્વકના પાંચ વર્ષ પુર્ણ થતા તા. ૯મી ઓગષ્ટ સુધી દરરોજ જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેના ભાગ રૂપે આવતી કાલે તા. ૭ના સવારે ૧૦ થી ૧૨ કાલાવડ રોડ આત્મીય યુનિવર્સિટીના કોમ્યુનિટી હોલ ખાતે સાયબર ફ્રોડથી કઇ રીતે બચી શકાય? તેનું માર્ગદર્શન આપવા માટેનો વર્કશોપ શહેર પોલીસ દ્વારા યોજવામાં આવ્યો છે.

સાયબર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન તથા રાજકોટની જુદી-જુદી યુનિવર્સીટીના કોમ્પ્યુટર ટેકનોલોજીના વિધાર્થી વચ્ચે ડિબેટનું પણ આયોજન કરેલ છે. વર્કશોપમાં રસ ધરાવતાં કોઇપણ લોકો હાજર રહી શકે છે. વર્કશોપના સ્થળે કીઓસ્ક મશીનથી આપના મોબાઇલ ફોન તથા પેન ડ્રાઇવ ને વિના મુલ્યે વાયરસ મુકત કરી આપવામા આવશે. આ વર્કશોપમાં તમામે માસ્ક પહેરવુ અને સોશીયલ ડિસ્ટન્સીંગના નીયમોનુ પાલન કરવાનુ રહેશે. તેમ એસીપીશ્રી પલાસણા-સાયબર ક્રાઇમ દ્વારા જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા પીઆઇ એમ. સી. વાળા, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, તમામ પીએસઆઇ તેમજ જે. કે. ઝાલા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

(3:57 pm IST)