Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શહેરના ઇલેકટ્રીક-ગેસ આધારિત સ્મશાનમાં ૧પ લાખના ખર્ચે રીનોવેશન કરાયું

મ.ન.પા.ની રોશની સમિતી ચેરમેન જયાબેન ડાંગરના માર્ગદર્શન હેઠળ કામગીરી સંપન્ન

રાજકોટ તા. ૬ : શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ  ગેસ આધારીત સ્મશાન ગૃહમાં રૂ.૧પ લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હોવાનું રોશની સમિતીના ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું હતું.

આ અંગે લાઇટીંગ સમિતિના ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું કે રૂ.૧પ લાખના ખર્ચે સ્મશાન ગૃહમાં ઇલેકટ્રીક તેમજ ગેસ આધારીત સ્મશાનમાં રીનોવેશન કરાવેલ જેમાં રામનાથપરા નદી સાઇડની ઇલેકટ્રીક ફર્નેશ, રામનાથપરા ઓફીસ સાઇડની ઇલેકટ્રીક ફર્નેશ, રામનાથપરા ગેસ આધારીત ફર્નેશ ૮૦ ફુટ રોડ ઇલેકટ્રીક સ્મશાન, મવડી ઇલેકટ્રીક સ્મશાન, મોટામવા ઇલેકટ્રીક સ્મશાન, વિગેરે સ્મશાનમાં રીપેરીંગ કરવામાં આવેલ.

જેમાં રામનાથપરા નદી સાઇડની ઇલેકટ્રીક ફર્નેશ રૂ.૬,૦૮,૬૪૧, રામનાથપરા ઓફીસ સાઇડની ઇલેકટ્રીક ફર્નિશ રૂ.૩,૬૪,૦૦૦,રામનાથપરા ગેસ આધારીત ફર્નેશ રૂ.પ૧,૯૩૦, ૮૦ ફુટ રોડ ઇલેકટ્રીક સ્મશાન રૂ.પ૭,૯ર૬, મવડી ઇલેકટ્રીક સ્મશાન રૂ.૪,૬૦,૦૩૩, મોટામવા ઇલેકટ્રીક સ્મશાનમાં રૂ.૧૭,૬૯પ સહિત કુલ ૧પ,૬૦,રરપ નો ખર્ચે રિનોવેશન કરાયું છે.

(3:54 pm IST)