Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગંજીવાડાના કડીયા વૃધ્ધા નિર્મલાબેન સોલંકીનો બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત

આર્થિક ભીંસથી કંટાળી સિતારામ સોસાયટીના મિસ્ત્રી યુવાન શંકરે ઝેર પીધું

રાજકોટ તા. ૬: ગંજીવાડા-૧૪માં રહેતાં નિર્મલાબેન દેવજીભાઇ સોલંકી (ઉ.૭૨) નામના કડીયા વૃધ્ધાએ સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગંજીવાડામાં રહેતાં નિર્મલાબેનને સવારે ગંભીર રીતે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. નિર્મલાબેનને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. વહેલી સવારે પોૈત્ર હિતેષ જાગ્યો ત્યારે દાદીમા નિર્મલાબેનને નીચેના રૂમમાં તેની પથારીમાં ન જોતાં ઉપરના માળે જઇ તપાસ કરતાં તેઓ સળગેલા જોવા મળ્યા હતાં. પોતે કેરોસીનનું ડબલુ નીચેથી ઉપરના રૂમમાં લાવીને સળગી ગયાનું તેમણે કહ્યું હતું. ડાયાબીટીશની બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું બહાર આવતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં મોરબી રોડ પર સિતારામ સોસાયટીમાં રહેતાં શંકર ભીમાભાઇ પંચાલ (ઉ.૩૫) નામના યુવાને ભગવતીપરાના પુલ પાસે તાવની ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેને બે સંતાન છે. કડીયા કામની મજૂરી કરે છે. હાલમાં કામધંધો ન મળતાં આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

(3:43 pm IST)