Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઓડીટેબલ સિવાયના કેઇસમાં ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદત લંબાઇ

ટ્રસ્ટ અને સોસાયટીની નોંધણી સહીતની કામગીરી હવે ઓનલાઇન

રાજકોટ તા. ૪ : કેન્દ્ર સરકારના સી.બી.ડી.ટી.ના સરકયુલર અન્વયે (સરટેન કેટેગરી) અંગે માર્ગદર્શન આપતા જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઇ ઇશ્વરભાઇ ખખ્ખરે જણાવેલ છે કે ઓડીટેબલ કેઇસ સીવાય તમામ કરદાતા માટે ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તા. ૩૧-૭-૨૦૧૮ હતી તે મુદત વધારી તા.૩૧-૮-૨૦૧૮ કરેલ છે. એજ રીતે નોન ઓડીટેબલ કરદાતા એટલે કે જે કરદાતાના હિસાબો કમ્પલસરી ઓડીટ કરાવવા જરૂરી નથી તે તમામ કરદાતાને રીટર્ન તા. ૩૧-૭-૨૦૧૮ સુધીમાં ન ભરે તો રૂ.૧૦૦૦ થી પ૦૦૦ પેનલ્ટી હતી તે એક માસ મુદત વધારતા નાના કરદાતાને રાહત મળી છે.

 

ચેરીટેબલ ટ્રસ્ટની નોંધણી ફેરફાર રીપોર્ટ વહીવટફાળો વગેરે એપ્લીકેશન ઓનલાઇન તથા પોર્ટલ કોમ્પ્યુટરાઇઝેશન તા. ૨૧-૬-૨૦૧૮ ના પ્રદીપસિંહજી જાડેજા ગૃહ અને કાયદા (રાજય કક્ષાના) જાહેર કરેલ છે. તે માં ચેરીટેબલ ટ્રસ્ટની ગુજરાતની કોઇપણ જગ્યાએથી ટ્રસ્ટ સંસ્થાની ઓનલાઇન અરજી થઇ શકશે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હોદાઓમાં ફેરફાર કરવામાં આવશે તેવી નોંધંણી થશે. નવી નોંધણીના કામો ઓનલાઇન થઇ શકતા હોય પેપર લેસ કાર્યથી ભારણ ઘટયુ. હાલ ટ્રસ્ટ ફંડના વધારા ઉપર જે કઇપણ વહીવટ ચાર્જ ચલણી ભરવો પડતો તે ચલણ ઓફીસમાં જમા કરાવવા પડતા તે હવે ઓનલાઇન થતા માનવ કલાકો અને ઓફીસનું ભારણ ઘટી ગયુ.

ચેરીટી કમિશ્નરની ઓફીસના પોર્ટલ પર ટ્રસ્ટનું નામ ડાઉન લોડ કરી તે સાઇટ ઉપરથી ટ્રસ્ટના હોદેદારોના નામ થયેલ ફેરફારની માહીતી જોઇ શકાશે. કોઇપણ માહીતી ઓનલાઇન મેળવી શકાશે. ગુજરાતના ડીસ્ટ્રીકટ પ્રમાણે ટ્રસ્ટોના નામની નોંધણી માહીતીની ડીરેકટરી પણ ઓનલાઇન મુકવામાં આવશે. આમ ટ્રસ્ટને લગતા તમામ કામ હવે ઓનલાઇન પોર્ટલ સાઇટ તથા વેબસાઇટ ઉપરથી થઇ શકશે. ટ્રસ્ટની નોંધણી, સોસાયટીની નોંધણી ફેરફાર, રીપોર્ટ વાર્ષિક રીપોર્ટ મિલકતના ભાડાપટ્ટાના કરાર સ્થાવર મિલકતના વેચાણ મિલકતની બક્ષીસ અંગેની મંજુરી સહીતની કાર્યવાહી અંગે સરકારે આ પોર્ટલ અને સાઇટ ખુલ્લી મુકી છે. (૧૬.૧)

(11:54 am IST)