Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જનસંઘના સ્‍થાપક શ્‍યામા પ્રસાદ મુખર્જીની આજે જન્‍મ જયંતિ

રાજકોટ, તા. પ :  જનસંઘના સ્‍થાપક શ્‍યામા પ્રસાદ મુખર્જીની આજે જન્‍મજયંતિ છે. તેમનો જન્‍મ ૬ જુલાઇ ૧૯૦૧ ના રોજ બંગાળી પરિવારમાં થયેલ. તેમના પિતા આશુતોષ મુખર્જી કોલકતા હાઇકોર્ટના જજ હતા. તેમણે અંગ્રેજીમાં ગ્રેજયુકેશન કર્યુ હતું. ૧૯ર૪માં તેમણે વકીલાત શરૂ કરી હતી. ૧૯૩૪માં તેઓ કલકતા યુનિવર્સિટીના સૌથી નાની વયના વાઇસ ચાન્‍સેલર બન્‍યા હતા. તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આઝાદ ભારતની પ્રથમ સરકારમાં કેબીનેટ મંત્રી હતા. પણ પૂર્વ વડાપ્રધાન નહેરૂજી સાથે વૈચારિક મતભેદ થતા રાજીનામુ આપી જનતા પાર્ટીની સ્‍થાપના કરેલ. આજે તેમની જન્‍મજયંતિએ નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ સહિતના પાર્ટીના આગેવાનોએ ટવીટ દ્વારા શ્રધ્‍ધાસુમન પાઠવ્‍યા હતા. 

(4:19 pm IST)