Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પડધરી તાલુકાનો ખોડાપીપર ડેમના હેઠવાસના વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર – જવર ન કરવા સૂચના

રાજકોટ: મોનીટરીંગ ઓફિસર, ફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ સીંચાઈ વર્તુંળ કચેરીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં પડેલા સાર્વત્રિક સવરસાદના કારણે જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના ખોડાપીપર ગામ નજીક આવેલ ખોડાપીપર ડેમની પૂર્ણ સપાટી ૫૫.૨૭ મીટર છે. ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે હાલમાં જળાસયની સપાટી ૫૪.૬ મીટર છે. જે તેની કુલ સપાટીના ૭૦% જેટલો ભરાયો છે, જે અંતર્ગત ડેમમાં ૨૬૨૬ ક્યુસેક પાણીની આવક છે. જેને ધ્યાને લઈને પડધરી તાલુકામાં ખોડાપીપર, થોરીયાળી, અને ટંકારા તાલુકાના ખાખરા ગામમાં રહેતા લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા વધુમાં જણાાવાયું છે.

(11:14 pm IST)