Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પાન-માવા-તંબાકુના વિક્રેતાઓને ત્યાં ફરી લાઈનો લાગી

કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ કહેર મચાવી રહ્યો છે ત્યારે તેને રોકવા માટે જિલ્લા કલેકટર પાન, માવા, સોપારી, તંબાકુ વગેરે વેચતા પાનના ગલ્લાઓ ઉપર બંધનો હથોડો વિંઝશે તેવી અફવાના પગલે આજે શહેરમાં તમાકુ અને સોપારી વેચતી એન્જસીઓને ત્યાં સવારથી જ શોખીન લોકોએ લાઈનો લગાવી દીધી હતી તે તસ્વીરમાં દેખાય છે. સવારે સોશ્યલ મીડીયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે જિલ્લામાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ પ્રતિબંધ આવી રહ્યો છે જે પછી વરસતા વરસાદમાં શોખીઓએ આજે વિક્રેતાઓને ત્યાં તડાકો પાળી માલનો સંગ્રહ કરી લીધો હતો. તંત્રના ધ્યાનમાં આવ્યુ છે કે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ પર સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નથી તેથી બે દિવસથી ચેકીંગ પણ શરૂ થયુ છે. આજે બંંધ થશે તેવી અફવાના પગલે સોપારી, બીડી, સિગારેટ, તંબાકુ, ચૂનો વગેરેની ભરપુર ડિમાન્ડ નીકળી હતી અને ઠેર ઠેર લાઈનો પણ જોવા મળી હતી. જો કે બાદમાં એવુ જાહેર થયુ હતુ કે આવો કોઈ પ્રતિબંધ આવતો નથી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)