Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ખાદ્યતેલ જુના ડબામાં ભરવા ઉપરના પ્રતિબંધની ફેર વિચારણા કરવા માંગણી

ખાદ્યતેલ ઉદ્યોગ, આમ પ્રજા, ફેરિયા, વેપારીઓ સૌને નુકશાન કર્તા નિર્ણય છે : ટીનપ્લેટ મેન્યુ. લોબીના દુરાગ્રહને કારણે ઘડાયેલા કાયદો અવ્યવહારૂ છે : સોમા

રાજકોટ, તા. ૬ :  સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસીયેશને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે એક નિયમ બહાર પાડેલ છે. જેના અનુસાર કોઇપણ પ્રકારના ખાદ્યતેલ જુના ડબામાં (એકવાર વપરાય ચુકેલ ડબામાં) ભરવા પ્રતિબંધ લગાવ્યો છે. આ એક બહુ જુનો તેમજ બિનવ્યવહારૂ નિયમ છે. અત્યારે આ જુના ડબામાં તેલની ખરીદી મહમદ અંશે હોટલો, રેસ્ટોરન્ટ, નમકીન ફરસાણા બનાવનાર કંદોઇ વગેરે Buik consumer જ કરતા હોય છે અને તેઓનો તેલનો વપરાશ બહુ જ મોટો હોય આ ડબ્બાઓ તુરન્ત જ વપરાશમાં લેવાતા હોય તેને કારણે કોઇ આરોગ્ય પ્રત્યે હાનિકારક Reaction આવે તેનું શકય નથી. તેમજ તેલ ભરવા માટે જે ખાલી જવા ડબા બને છે તે પણ stringent spedifici guidelines મુજબ બનતા હોય, તેનું coating ખલાસ થઇ જાય અને હાનિકારક તત્વ સાથે તેલ નો સંપર્ક થાય તેવી શકયતા નહિવત છે.

અત્યારે જે ઘર વપરાશ માટે તેલો ભરાય છે ને ખરીદયા છે તેતો નવા ડબ્બામાં જ ખરીદયા છે. સીંગતેલ sunflower મકાઇ, મસ્ટર્ડ જેવા premiumu oils તો ૧૦૦% ડબા કે પેકિંગમાં જ ઉપલબ્ધ થાયછે. માત્ર કપાસિયા, પામોલિન જેવા સસ્તા તેલો કે જેનો મદદ અંશે ઉપયોગ Bulk consumersમાં છે, ત્યાં જ જુના ડબા વપરાય છે. તેમાં પણ ક્રમશ : નવા ડબાનો ઉપયોગ વધતો જાય છે. માટે એવા બિન વ્યવહારૂ નિયમોનો કડક અમલ થાય તે યોગ્ય નથી.

બીજું નવા ડબા બનાવવા વપરાતી Tinpaltes સમગ્ર દેશમાં માત્ર ત્રણથી ચાર કંપનીઓ જ manufacture કરે છે તેથી આવા નિયમોથી આ Tinpaltes ની અછત સર્જાય અને ભાવ વધારો થાય તે શકયતા અસ્તિત્વમાં નથી કે જેનાથી આપણી Total demand સંતોષાઇ શકે, આને કારણે Tinpaltes ઉપરાંત ખાલી જવા ડબાની પણ અછત સર્જાય અને તેમાં મોટો ભાવ વાધરો થાય તેવી પ્રબળ શકયતા રહેલ છે. આનો સીધોમાર આપણા ઉપભોકતા એટલે કે પ્રજા પર પડશે.

અત્યારે ખાલી નવા ડબાના ભાવ પ્રતિ ટીન રૂ. ૭૦ આસપાસ છે જે આવા નિયમથી કદાચ રૂ. ૧૦૦/- પ્રતિ ટીન સુધી પહોંચી શકે છે. વપરાશકારને ઘરે જયારે નવો ડબો ખાલી થાય ત્યારે તેની Resale વેલ્યુને કારે ભંગારના વેપારી, ફેરીયાઓ ઘરેથી પ્રતિટીન રૂ. ર૦ થી રૂ. રપ સુધી ખરીદી લે છે. જુના ડબાના વેચાણ પર પ્રતિબંધને કારણે Resale value ઘટી જતા આ ટિનને કચરામાં ફેંકી દેવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં તેનાથી વપરાશકારોને બેવડો માર પડશે. તેમજ આવા નાના ફેરીયાઓ અને એ ડબ્બાને ધોઇ સાફ કરી વેચાણ કરનાર અનેક પરિવારોની રોજગારી છીનવાશે.

આવા તધલખી નિયમથી edible oil industry ને નુકશાન થશે તેના કરતા આમ પ્રજાની તકલીફ વધશે તેમજ ફેરિયાઓ જુના ડબા વેચાણ, કરતા વેપારીઓ, સફાય કરનારા લોકો વગેરેની રોજગારી છીનવાતા અર્થતંત્ર પર માર પડશે. અત્યારે રાજયમાં વર્ષે કરોડોની સંખ્યામાં ખાલીડબા વપરાતા હશે. Resale Valueને કારણે તેમનું Distribution સરળતાથી ચાલતુ હતું પણ હવે આ નિયમને કારણે આ tins કચરામાં ફેકાશે જેના કારણે સ્થાનિક પ્રશાસનને આ waste નો યોગ્ય નિકાલ કરવા વિશેષ આયોજન કરવું પડશે.

આ નિયમ છેલ્લા ત્રિસેક વર્ષથી અમલમાં છે પણ તે ઘણો અવ્યવહારૂ હોય તેનો કયારેય કડકાઇથી અમલ થયો નથી. આ નિયમનો અમલ કરાવથી કોઇ કાયદો નથી પણ તકલીફ અને નુકશાન ઘણાને છે. આ નિયમ ઘડવા પાછળ કોઇ વ્યાજબી લોજીક નથી. માત્ર Tinpaltes manufacturing લોબીના દુરાગ્રહને કારણે આ કાયદો ઘડવામાં આવ્યો છે તો તેનો કડક અમલ ન થાય તે મુજબની સુચના આપવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.

(3:49 pm IST)