Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સરકાર સીંગદાણા અને સીંગતેલનો વપરાશ વધે તેવા પગલા લ્યેઃ આરોગ્ય માટે પણ સારૂ છે

ખરીફ પાક સીઝનમાં મગફળીનું જંગી ઉત્પાદન થવાનું છે ત્યારે :સોમાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

રાજકોટ, તા., ૬: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસો.ના સમીરભાઇ શાહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી નવી ખરીફ સીઝનમાં મગફળીનું જંગી ઉત્પાદનની શકયતા વધ્ધે તેના યોગ્યનિકાલ તથા સરકારી સહયોગ માટે સુચનો કર્યા છે.

સોમાએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આપણી વધતી આબાદી (Population ) અને ખાદ્યતેલના વધતા વપરાશને કારણે આપણે મોટી માત્રામાં ખાદ્યતેલની આયાત કરવી પડે છે. આ આયાત એટલી મોટી થવા લાગી કે આપણી જરૂરીયાતનો ૬૮ થી ૭૦ ટકા જેટલો જથ્થો આપે વિદેશથી આયાત કરવો પડતો હતો. છેલ્લા બે એક વર્ષથી કેન્દ્ર સરકાર આ મુદે જાગૃત અને સક્રિય થયેલ છે. અને અમારા સુચનો મુજબ આયાત નિર્ભરતા ઘટાડવા કટીબધ્ધ થઇ રહી છે.

આવા સંજોગોમાં આપણાં માટે એક સારી વાત એ છે કે આ વર્ષે રાજયમાં મગફળીનું બહુ મોટું વાવેતર થયું છે. અને જો કુદરતની અમીદુર્ષ્ટિ રહેશે અને યોગ્ય માત્રમાં વરસાદ થશે તો મગફળીનું ઉત્પાદન પણ બહુ સારૂ થશે. મગફળીમાં  Oil percentage  અન્ય ઘણા તેલીવિયા કરતા વધારે પ્રમાણમાં હોય ખાદ્યતેલની ઉપલબ્ધિ સારી રહેશે. વિશેષમાં સીંગદાણા અને તેમાંથી બનતા સિંગતેલમાં અનેક પ્રકારના પોષક દ્રવ્યો રહેલ છે. જેની જાણ બહુ ઓછા લોકોને છે. તેના કારણે સીંગતેલનો વપરાશ અન્ય તેલોની તુલનાએ ઘણો ઓછો છે.  સીંગદાણા અને સીંગતેલના ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે. તદઉપરાંત કેન્સર અને હૃદયરોગ સાથે રક્ષણ આપતું તત્વ phytosterol  પણ સારી માત્રમાં સમાયેલ છે. આ ઉપરાંત Ageing  પ્રક્રિયા રોકતા વિટામીન્સ  તેમજ K પણ કુદરતી રીતે મળી આવે છે. આ ઉપરાંત Nuts માંથી મળતા તમામ પોષણ તત્વો સીંગદાણા અને સીંગતેલમાંથી મળી આવે તેમ છે. આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રમાણે સીંગતેલને આરોગ્ય દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે.

અત્યારે આપણે  Covid-19 (કોરોના) મહામારીથી અત્યંત પીડીત છીએ. આ મહામારીથી બચવા રોગ પ્રતિકારક શકિત (in built immunity) બહુજ મહત્વનું પરિબળ છે. સીંગદાણા અને સીંગતેલના બહોળા વપરાશથી આ રોગપ્રતિકારક શકિત બહુજ ખીલી શકે તેમ છે. તો આવા બધા Factors ને ધ્યાનમાં રાખી આ commodityનો વપરાશ કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવા આપની સાથે એક રૂબરૂ મુલાકાત કરવાની ઇચ્છા છે. જો રાજયમાં સીંગદાણા અને સીંગતેલના વપરાશ વધે તો તે લોકોના આરોગ્ય પર ચોકકસ સકારાત્મક અસર પડશે. વપરાશ વધતા ખુલ્લી બજારમાં મગફળીના ભાવ સુધરશે જેનાથી મગફળી પકવતા ખેડૂતોને વિશેષ ફાયદો થશે અને સરકાર તથા સરકારી એજન્સીઓ સમર્થન મૂલ્ય પર મગફળી ખરીદવાની વિકટ સમસ્યામાંથી બહાર આવી શકશે તેવું અમારૂ ચોક્કસપણે માનવું છે.

તો આપ તાકીદે અમારા આ સુજાવો પર ચર્ચા વિચારણા કરવા યોગ્ય સમય ફાળવશો એવી અમારી વિનંતી છે. આ ચર્ચામાં આપ સાથે આપના અધિકારીઓ, અમારી સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ ખેડૂત પ્રતિનિધિઓ પણ સાથે રાખવામાં આવે તો દરેકને ફાયદો થાય તેવા સૂચનો મળી રહેશે. તેમ અંતમાં જણાવ્યું છે.

(3:48 pm IST)