Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શહેરમાં કોરોનાનો હાહાકાર મચતા વધુ ૩ કોવિડ-૧૯ની હોસ્પિટલો શરૂ કરવા તજવીજ

રાજકોટઃ કોરોના સંક્રમણ વધતા શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ત્રણ કોવીડ હોસ્પિટલોમાં દર્દીઓ હાઉસફુલ થતા હવે કલેકટર અને મ્યુ.કોર્પોરેશન તંત્રએ શહેરમાં વધુ ત્રણ કોવીડ હોસ્પિટલો  શરૂ કરવા તજવીજ હાથ ધરી છે. આજે બપોરે આ બાબતે તાકીદની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલ, માધાપર ચોકડીએ આવેેલ ટ્રસ્ટની હોસ્પિટલ અને શહેરનાં કોઠી કંપાઉન્ડ વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કોવીડ વોર્ડ શરૂ  થવાની શકયતાઓ છે

(3:45 pm IST)