Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

તંત્ર દ્વારા તાકીદે વરસાદી પાણી નિકાલ અને ઝાડ હટાવાયાઃ અધિકારો-કર્મચારીઓ ખડેપગે

     રાજકોટઃ ચોમાસાની સીઝનમાં ચાલુ વરસાદે અને વરસાદ થંભી ગયા બાદ પણ વરસાદી પાણીનો અવિરત નિકાલ થતો રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અપનાવાયેલી સ્ટ્રેટેજી મુજબ વરિષ્ટ અધિકારીઓ અને જે-તે વોર્ડના અધિકારીઓ, કર્મચારીઓની ટીમો દ્વારા સતત ખડે પગે રહી જે જે વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ આવે તેનો નિકાલ કરવા માટેની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવે છે, આજે વરસાદ દરમ્યાન મનપાના અધિકારીઓ, કર્મચારીઓએ સતત ફિલ્ડમાં રહી વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનના તમામ વોર્ડના જામનગર રોડ, મનહરપુર ચોકડી, માધાપર ગામ, ધૃવનગર – ૧, અલ્કાપુરી ૬, જામનગર રોડ, ગીત ગુર્જરી રોડ, ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૫, શીતલ પાર્ક મેલડીમાં ના મંદિર પાસે, પોપટપરા નાલા તથા ઈસ્ટ ઝોનના તમામ વોર્ડના મોરબી રોડ, ધોળકિયા સ્કુલ પાસે, ૫૦ ફૂટ રોડ, ૮૦ ફૂટ રોડ, ભગવતીપરા-૫, બેડીપરા, આઈશાબા પીર રોડ, રાજલક્ષ્મી સોસાયટી પાસે, ચામુંડા સોસાયટી, વૃજભુમી માલધારી સોસાયટી, લાલપરી મફતિયાપરા, પ્રધ્યુમન પાર્ક સામે, રણછોડનગર-૪, શાળા નં. ૬૭ વાળા માલધારી મેઈન રોડના છેડે, સંતકબીર રોડ ઈમીટેશન માર્કેટ પાસે, આજી નદી કોઝવે બેડીપરા તેમજ વેસ્ટ ઝોનના તમામ વોર્ડના લાખનાં બંગલાવાળા રોડ પર ગૈાતમનગર રોડ કોર્નર,  (સીટી બસ સ્ટોપ આગળ), લાખનાં બંગલાવાળા રોડ પર જીવંતીકાનગર રોડ પર કોર્નર, લાખનાં બંગલાવાળા રોડ પર જીવંતીકાનગર મેઇન રોડ કોર્નર, (પ્રજાપતિવાડી સામે), જીવંતીકાનગર મેઇન રોડ, પર આંગણવાડી આગળ, કૈલાશધારા પાર્ક/અમિધારા પાર્ક કોમન પ્લોટ પાસે, લાખનાં બંગલાવાળા રોડ પર નકલંક ચોક, અક્ષરનગર-૧ ખુલ્લા પ્લોટ પાસે, વાવડી વિસ્તાર, ઉમિયા ચોક, પુનિતનગર પાસેના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ડ્રેનેજ મેનહોલ ખોલીને દ્વારા નિકાલ કરવામાં આવેલ, બેરીંકેટીંગ કરીને રસ્તો બંધ કરવામાં આવેલ, સ્પીડ બ્રેકર તોડી પાણીનો નિકાલ કરવામાં આવેલ, જે.સી.બી. દ્વારા ચરેડો કરી પાણીનો નિકાલ કરવામાં આવેલ, સાઇડ સોલ્ડરમાંથી માટી ઉપાડી પાણીનો નિકાલ કરેલ, સ્કીન ચેમ્બરના કવરની સફાઇની કામગીરી કરવામાં આવેલ છે.આ કામગીરી સેન્ટ્રલ ઝોનના એડી. સિટી એન્જી. એમ, આર. કામલીયા,વેસ્ટ ઝોનના સિટી. એન્જી. કે. એસ. ગોહેલ અને ઈસ્ટ ઝોનના સિટી એન્જી. એચ. યુ. દોઢિયાના દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને વિવિધ વિસ્તારમાંથી ઝાડ પાડવા અંગે મળેલી ફરિયાદી અંતર્ગત શ્રોફ રોડ, એરપોર્ટ રોડ, કરણપરા મેઇન રોડ, સાઈનગર જગન્નાથની બાજુમાં, જંકશન મેઈન રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં, આલાપ હેરીટેજ વાળા રોડ પર પડેલ ઝાડને હટાવવાની કામગીરી ગાર્ડન્સ એન્ડ પાર્કસના ડાયરેકટર ડો. કે. ડી. હાપલિયા દ્વારા કરવામાં આવી હતી.

(3:42 pm IST)