Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા

પ્ર.નગર પોલીસનો દરોડો : સાગર, સંજય, દિપક, પ્રતિક, કલ્પેશ, મનીષ અને જીતેન્દ્રની ધરપકડ

રાજકોટ તા. ૬ : શહેરના રેલનગરમાં છત્રપતિ શીવાજી ટાઉનશીપ વીંગ-બીની લોબીમાં જુગાર રમતા સાત શખ્સોને પ્ર.નગર પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણજારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ તથા હેડ કોન્સ. વિજયરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ વીંગ-બી બીજા માળે દરોડો પાડી જુગાર રમતા રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ વીંગ-બી બીજા માળે રહેતા સાગર હરેશભાઇ જાડેજા (ઉં.૨૭), કુવાડવા રોડ ગાંધી સ્મૃતિ શેરી નં. ૪ના સંજય ગોકળભાઇ રંગાણી (ઉં.વ.૩૨), ગુરૂદેવ પાર્ક-૨ના દિપક કરશનભાઇ રંગાણી (ઉં.વ.૨૫), કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી શેરી નં. ૨ના પ્રતિક કાંતીભાઇ ડોબરીયા (ઉં.૨૭), રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપના કલ્પેશ અનીલભાઇ મોડાસીયા (ઉં.વ.૩૪), રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપના મનીષ કાંતિભાઇ ભરાડ (ઉં.૩૦) અને છત્રપતિ ટાઉનશીપના જીતેન્દ્ર જેઠાભાઇ સોંદરવા (ઉં.૩૫)ને પકડી લઇ રૂ. ૫૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)