Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાત્રે ગાઠીની અને પાનની દુકાન ખુ્લ્લી રાખાનાચરા સહિત ૪૧ પોલીસની ઝડપે ચાડ્યા

રાજકોટ,તા.૬: કોરોના મહામારી અંતર્ગત અનલોક-૨માં રાત્રે દુકાન ખુલ્લી રાખનારા વેપારીઓ અને બીન જરૂરી ઘરની બહાર નિકળનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાં પોલીસે ગાઠીયાની દુકાન અને પાનની દુકાન ખુલ્લી રાખનારા સહિત ૪૧ લોકો સામે કાર્યવાહી કરી હતી.

એ ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ પાસેથી માસ્ક પહેર્યાવગર બીન જરૂરી લટાર મારતા રવજી મગનભાઇ ચૌહાણા તથા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અકબર ખુરશીદભાઇ શેખ, મહંમદ જમાલભાઇ ભાવર તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી પરવેઝ ઇસ્માઇલભાઇ શાહમદાર, જાકીર હુશેન, રહેમાનશા શાહમદાર, અરબાઝ સલીમભાઇ શાહમદાર, મનીષ વિઠ્ઠલભાઇ સરવૈયા, વિનોદ ભલાભાઇ રાતોતર, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી સાજીદ હુસેનભાઇ પઠાણ, શુભમ જયદેવભાઇ લાંબા, નીલકંઠ ટોકીઝ પાસેથી ફીરોઝ અયુબભાઇ ઇસાણી, રાજેશ ભરતભાઇ કુબાવત, પ્રણવ રાજેશભાઇ પાટડીયા, અભીષેક શામજીભાઇ સરવૈયા તથા આજીડેમ પોલીસે આજીડેમ પોલીસ સ્ટેશનની સામેથી મીતેષ રમેશભાઇ  બાવરીયા, સાગર પ્રવિણભાઇ ભોળા, હાર્દિક રતીભાઇ ઢાંકેચા, કીરીટ અમશીભાઇ રાઠોડ, સાગર હરીભાઇ ગેડીયા, કીરણ પ્રાગજીભાઇ પ્રજાપતી, પ્રશાંત પ્રવિણભાઇ રામાનુજ, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ સ્વામીનારાયણ ચોક પાસેથી વિજય ભગવાનજીભાઇ સીસોદીયા કૃષ્ણનગર મેઇન રોડ રવેચી હોેટેલ પાસે રાજશકિત ગાઠીયા નામની દુકાન ખુલ્લી રાખનાર વિજય અંબાવીભાઇ મકવાણા મવડી ચોકડીમાંથી મીત હસમુખભાઇ કપુરીયા, કોટેચા ચોકમાંથી અરવિંદ ધીરૂભાઇ ધોરીયા, ગાંધીગ્રામ પોલીસે દોઢ સો ફુટ રીંગ રોડ રૈયા ચોકડી પાસે રીક્ષા નં. જીજે ૩ બીએકસ ૪૮૧૪નાં બે થી વધુ પેસેન્જર બેસાડનારા કાસમભાઇ લતીફભાઇ પઠાણ, સોજીત્રાનગરમાં લાલુ પાન નામની દુકાન ખુલ્લી રાખનાર હિરેન કરણભાઇ ચૌહાણ, ગાયત્રીનગર સોસાયટી પાસેથી ધરમ પાન નામની દુકાન ખુલ્લી રાખનાર રવિ હર્ષદગીરી ગોસ્વામી, તથા તાલુકા પોલીસે આંબેડકરનગર સર્કલ પાસે દુકાનમાં ગ્રાહકો એકઠા કરનાર કિશન દિલીપભાઇ દાદેશા, ભૌમીક મુકેશભાઇ દાદેશા, ભૌમીક મુકેશભાઇ અધેરા, ભીમનગર શેરી નં.૫માંથી ધનજી માવજીભાઇ વાઘેલા, રમેશ ધમાભાઇ ગોખાણી, અરવિંદ હરીભાઇ પરમાર, દિનેશ ભગુભાઇ સોલંકી, મેધજી  પમાભાઇ બગડા, કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી ઇશાન દાદુભાઇ બોરીચા, વિશાલ વિનોદભાઇ ભુત તથા યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ નીલકમલ પાર્ક પાસેથી કોલ્ડ્રીકસની દુકાન ખુલ્લી રાખનાર અજફ વ્રજલાલ પંડ્યા રૈયા રોડ શ્યામલ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે રામ ઔર શ્યામ ગોલા નામની દુકાન ખુલ્લી રાખનાર સાગર ઇબ્રાહીમભાઇ સોઢા, વિષ્ણુવિહાર સોસાયટીના ગ્રેઇટ પાસેથી ભગીરથસિંહ મનહરસિંહ જાડેજા અને અક્ષયરાજસિંહ ગીરીરાજસિંહ ગોહીલને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:57 pm IST)