Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આર.ટી.આઇ.હેઠળના પ્રવેશથી બચવાના ખાનગી શાળાના ગફલા સામે સુપ્રીમની રાહત

રાજકોટ,તા.૬ : આર.ટી.ઇ. હેઠળ ગરીબ અને વંચિત જુથોના બાળકોને ૨૫% ટકા ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક ભણવાના અધિકાર મળ્યા છે, યેન કેન પ્રકારે ખાનગી શાળા વાળાઓ/ લઘુમતિ શાળા વાળાઓ, ભારતીય કાયદાથી બચવાના પેતરા રચતા રહે છે. તેઓના ઓછી સંખ્યા દર્શાવવાનો એક પ્રયોગ નિષ્ફળ જતા સુપ્રિમ કોર્ટે લાલ આંખથી જાટકણી કાઢી છે.

પાછલા વર્ષોમાં શાળાઓએ વર્ગ/વિદ્યાર્થી સંખ્યા ઓછી દર્શાવતા, પ્રવેશથી વંચિત બાળકોને ન્યાય આપવા સુપ્રિમ કોર્ટનો ચુકાદો બાળકોની તરફેણમાં આવ્યો છે.સને ૨૦૧૯-૨૦ કે તે પહેલાના વષોમાં જે બાળકોએ આર.ટી.ઇ. પ્રવેશ માટે અરજી કરી હોય, કોઇપણ કારણો કે સંજગો વસાત બાળકોને આર.ટી.ઇ. પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હોય, અથવા પ્રવેશના લીધો ના હોય, તેવા બાળકોને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે.

પ્રવેશથી વંચિત રહેલા બાળકોના વાલીઓએ 'એ' ભરીને નોટરી કરીને, તેનો ફોટો પાડીને પ્રાથમિક શિક્ષણ નિયમકે શ્રી ગાંધીનગરને, ઓનલાઇન તારીખ ૧૫-૭-૨૦૨૦ને બુધવાર સુધીમાં મોકલી આપવાનું જણાવેલ છે.

(2:57 pm IST)