Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૧૪ હેડકોન્સ્ટેબલને એએસઆઇના પ્રમોશન

ફિરોઝભાઇ શેખ, વિરમભાઇ ધગલ, શૈલેષપરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલ દવે, વિજયભાઇ સોઢા, જીતુભાઇ બાળા, કે. સી. સોઢા, ભગવતીબેન સહિતનો સમાવેશ

રાજકોટ તા. ૬: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જુદા-જુદા પોલીસ મથક, બ્રાંચ અને હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલને એએસઆઇ (આસી. સબ ઇન્સ્પેકટર) તરીકે પ્રમોશન આપ્યું છે.

જેને પ્રમોશન મળ્યું છે એ ૧૪ કર્મચારીઓમાં ભકિતનગરના હેડકોન્સ. ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, બી-ડિવીઝનના વિરમભાઇ જસાભાઇ ધગલ, યુનિવર્સિટીના શૈલેષપરી ગોસ્વામી, પેરોલ ફરલો સ્કવોડના ધર્મેન્દ્રસિંહ જાડેજા, એ-ડિવીઝનના કે. સી. સોઢા, બી-ડિવીઝનના જીતેન્દ્રભાઇ લક્ષમણભાઇ બાળા, એસીબીના ભગવતીબેન ભેંસદડીયા, હેડકવાર્ટરના પ્રમોદભાઇ જોષી, એ-ડિવીઝનના હરપાલસિંહ ઝાલા, બી-ડિવીઝનના બાદલભાઇ દવે, તાલુકાના કિરીટસિંહ જાડેજા, કુવાડવા રોડના ક્રિપાલસિંહ ચુડાસમા, હેડકવાર્ટરના વિજયભાઇ સોઢા અને અજયભાઇ જાદવનો સમાવેશ થાય છે. આ તમામ હેડકોન્સ્ટેબલને આસી. સબ ઇન્સ્પેકટર તરીકે તેઓ હાલ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ નિમણુંક યથાવત રાખવામાં આવી છે.

(2:52 pm IST)