Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલી

શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, રાજૂભાઇ બોરીચાની ઉપસ્થિતિમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતી અંતર્ગત રેસકોર્ષ આર્ટ ગેલેરી ખાતેની ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, નિતીન ભુત, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પ્રીતીબેન પનારા, સજુબેન રબારી, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, જયાબેન ડાંગર, અનિતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, ગેલાભાઇ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(2:51 pm IST)