Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજકોટમાં કોવિડ-૧૯ માટે ખાસ ૩૦ બેડની પરમ હોસ્પિટલનો પ્રારંભ

જાણીતી ગીરીરાજ હોસ્પિટલ સંચાલીત : ડો.વિશાલ સદાતીયા, ડો.પિયુષ દેત્રોજા અને ડો.રાજેશ મોરીની ટીમ દ્વારા સારવાર અપાશે

રાજકોટ,તા.૬: હાલના તબક્કે રાજકોટમાં કોરોનાના દીવસે દીવસે વધતાં જતાં કેસને ધ્યાને લઇ અને શ્રી ગીરીરાજ હોસ્પિટલ સંચાલીત નવી કોવિડ-૧૯ માટે અલાયદી પરમ હોસ્પિટલ આજરોજથી સેવા આપવા માટે સજ્જ થઇ ગયેલ છે.

આ તકે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન તેમજ રાજકોટ મ્યુનીસીપલ કમીશનરની ઉદીત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વધુ એક કોરોના માટે અલાયદી, પ્રાઇવેટ હોસ્પિટલ, 'પરમ હોસ્પિટલ' શરૂ થયેલ છે. જેમાં સરકારશ્રી દ્વારા નીરધારીત સારવાર આપવામાં  આવશે. આ હોસ્ટિપલમાં શ્રી ગીરીરાજ હોસ્પીટલનાં, નામાંકીત તબીબો અને મેટીકેર કેસ સ્પેશીયાલીસ્ટ એવા ડો.વિશાલ સદાતીયા, ડો.પીયુષ દેત્રોજા તથા ડો. રાજેશ મોરીની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે.

શ્રી ગીરીરાજ હોસ્પિટલમાં સેન્ટર હેડ ડો. ઉમેશ અપરનાથીની યાદીમાં જણાવવામાં આવે છે કે, પરમ હોસ્પિટલ (જુની ડો.રોહીત ઠકકરની હોસ્પિટલ) આશાપુરા મેઇન રોડ બસ સ્ટેન્ડ પાછળ ખાતે જનરલ વોર્ડ ,સેમી સ્પેશીયલ, સ્પેશીયલ  અને આઇસીયુ સહિત કુલ ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોરોનાના નિદાન, સારવાર અને માર્ગદર્શન માટે ખાસ કોરોના ઓપીડીની સુવિધા પણ શરૂ કરવામાં આવેલ છે.

ડો.ઉમેશે જણાવ્યું કે, શ્રી ગીરીરાજ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે કોવિડ-૧૯ સીવાયની અન્ય બધી જ સારવારો ૨૪/૭ રાબેતા મુજબ ચાલુ  રહેશે.

(2:50 pm IST)