Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ

સંગઠન લેવલે આવો કોઈ નિર્ણંય લેવાયો નથી : ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાં

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અનલોક-2માં દુકાનો રાત્રે 9 સુધી ખુલી રાખવા મંજૂરી અપાઈ છે ત્યારે રાજકોટ સોની બજાર આગામી આઠ દિવસ બંધ રહેશે તેવી ફરીવાર અફવા ઉડી છે આ અગાઉ ધોરાજી સોનીબજાર શુક્રવારથી શુક્વારે સુધી આઠ દિવસ બંધ રાખવા નિર્ણંય લેવાયા બાદ રાજકોટ સોની બજાર પણ આઠ દિવસ બંધ રહેશે તેવી અફવા ઉડી હતી જોકે અંગે ખુલાસો થઇ ચુક્યો હતો જોકે ગત  રાત્રે ફરીવાર રાજકોટ સોનીબજાર આઠ દિવસ બંધ રહેશે તેવીઅ અફવા ફેલાતા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ આ બાબતનું સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે

  રાજકોટ  ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા ( મોં, 98796 14241 ) એ કહ્યું હતું કે રાજકોટ સોનીબજાર બંધ રહેશે તે બાબત સદંતર ખોટી છે આવો કોઈ જ નિર્ણંય લેવાયો નથી, સોનીબજાર રાબેતા મુજબ ચાલુ રહેશે , આવી ખોટી અફવા કોઈ ટીખળી તત્વો ફેલાવતા હોય વેપારીઓએ આવી બાબતોમાં વિશ્વાસ નહીં કરવા ઉમેર્યું છે

 ભાયાભાઇ સાહોલિયાએ સ્પષ્ષ્ટ પણે જણાવ્યું હતું કે એસો,કે કોઈ સંગઠન લેવલે આવો કોઈ નિર્ણંય લેવાયો નથી અલબત્ત કોઈને વ્યક્તિગત ક્યારે દુકાનો ખોલવી કે ક્યારે બંધ કરવી તે અંગે પોતે નિર્ણંય કરી શકે છે પરંતુ આવો ખોટો મેસેજ વાયરલ કરીને સમગ્ર બજારને સાંકળી લેવાની વાત કરવી હિતાવહ નથી

(2:29 pm IST)