Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કાંગશીયાળીમાં દંપતિ પર હુમલો

વાલજીભાઇ ચાવડા અને મીનાબેન ચાવડાને પડોશી પ્રવિણાબેન, તેના પતિ, પુત્રો નિકુલ, દિવ્યેશ સહિતે જુના મનદુઃખને લીધે ફટકાર્યા

રાજકોટ તા. ૬: લોધીકાના કાંગશીયાળીમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વાલજીભાઇ ભીખાભાઇ ચાવડા (વણકર) (ઉ.વ.૪૨) તથા તેના પત્નિ મીનાબેન (ઉ.૩૮) પર પડોશી પ્રવિણાબેન મોચી, તેના પતિ દિપકભાઇ અને પુત્રો નિકુંજ તથા દિવ્યેશે મળી પાઇપ-લાકડીથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. વાલજીભાઇના દિકરીએ ફોનમાં જણાવ્યું હતું કે અગાઉ તેની મોટી બહેન બાબતે હોમગાર્ડ નિકુંજ સાથે મનદુઃખ ચાલતું હોઇ અને ચડામણીને કારણે મોટી બહેન બે દિવસ કયાંય જતી રહી હોઇ આ બાબતે નિકુંજ તથા તેના પરિવારજનોને સમજાવવા જતાં માથાકુટ કરી હુમલો કરવામાં આવ્યો હતો.

(1:12 pm IST)