Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભારે વરસાદને કારણે ૨૯૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : ૩૬ થાંભલા પડી ગયા : ૫૦૦ ફીડરો બંધ

વીજ તંત્રની ટીમો દોડી : ૨ ટ્રાન્સફોર્મર ઉડયા : રાજકોટમાં હાલ મેજર કોઇ ફોલ્ટ નહી

રાજકોટ તા. ૬ : છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર - કચ્છના ૨૯૩ ગામોમાં અંધારપટ છવાયાનું જાણવા મળ્યું હતું.

વીજ અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, એગ્રીકલ્ચરના - ૪૯૭ તો જેજીવાયના ૬૨ ફીડરો ટ્રીપીંગમાં ગયા છે, વીજ અધિકારીઓની ટીમો રવાના કરાઇ છે.

આ ઉપરાંત રાજકોટ રૂરલમાં-૧૧ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૬ જેટલા થાંભલા તૂટી પડયા હતા. તો પોરબંદર - જામનગરમાં બે ટ્રાન્સફોર્મર ઉડયા હતા.

એગ્રીકલ્ચરના ફીડરમાં મોરબી-૧૧૨ અને જામનગર-૧૧૧ ફીડરો બંધ છે, રાજકોટ રૂરલના ૩૧ ફીડરો બંધ હોવાનું પણ ઉમેરાયું હતું.

(1:12 pm IST)