Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજકોટ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વાઘેલાને સસ્પેન્ડ કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

એસપી ક્રાઇમ ટીમે મહિકા ગામની સીમમાંથી ૯૬૫ પેટી દારૂ ભરેલુ ટેન્કર ઝડપતા કાર્યવાહી

રાજકોટ: ગત સોમવારની મોડી રાત્રે એસીપી ક્રાઇમની ટીમે આજીડેમ પોલીસ મથક હેઠળના મહિકા ગામની સીમમાંથી ૯૬૫ પેટી દારૂ ભરેલુ ટેન્કર ઝડપી લીધું હતું. આ કામગીરી આજીડેમ પોલીસ મથકના પીઆઇને નડી ગઇ છે અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા પોલીસ બેડામાં સન્નાટો ફેલાઈ ગયો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ ઇન્સ્પેકટર પી.એન. વાઘેલાએ અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં ખૂબ જ પ્રશંસનીય સારી કામગીરી કરી હતી. હાલમાં તેઓ આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા.

 આ દરમિયાન ક્રાઇમની ટીમે આ પોલીસ મથકના વિસ્તાર મહિકાની સીમમાંથી જ લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ માટે તેમને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.

(11:14 pm IST)