Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે સિવિલ હોસ્પિટલની મુલાકાતેઃ વિવિધ સમીક્ષા

રાજકોટઃ રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે આજે અચાનક રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મેકિડલ કોલેજની મુલાકાત લઇ વિવિધ વિભાગોની માહિતી મેળવી હતી. ઝનાના હોસ્પિટલ વિભાગમાં પણ તેમણે  પહોંચીને સારવાર-સુવિધા સહિતની બાબતોની માહિતી તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ટીમ પાસેથી મેળવી હતી.  તેમજ ડીન મેડમ ગોૈરવી ધ્રુવ સાથે પણ મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની પણ ખાસ હાજર રહ્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં નવા બનેલા બિલ્ડીંગમાં પણ શ્રી પરમારે ખાસ રાઉન્ડ લગાવી અલગ-અલગ વિભાગોની સુવિધાઓ વિશે ગહન ચર્ચા કરી હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. આગામી સમયમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થવાનું છે ત્યારે કોઇ સુવિધા ખુટતી હોય તો તે પુરી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. શ્રી પરમારે  નવી નિર્માણાધીન ઝનાના હોસ્પિટલના સ્થળથી મુલાકાત લીધી હતી.  ત્યાં અડચણરૂપ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન દૂર કરાવવાની કાર્યવાહી ચાલુ છે. આવતા પંદર વીસ દિવસમાં હોસ્પિટલનું કામ આગળ વધશે. તેમજ આગામી દોઢ વર્ષમાં આ કામ પુરૂ કરવાનું આયોજન છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)